Friday, September 22, 2023
HomeGujaratVadodaraવડોદરાઃ શોભાયાત્રા દરમિયાન બીજીવાર પથ્થરમારો, ગૃહવિભાગ એક્શનમાં આવ્યું

વડોદરાઃ શોભાયાત્રા દરમિયાન બીજીવાર પથ્થરમારો, ગૃહવિભાગ એક્શનમાં આવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara Crime News: વડોદરામાં શોભાયાત્રા (Shobha Yatra) દરમિયાન સતત બીજીવાર પથ્થરમારો (Stone Pelting) થયો હોવાની વિગત સામે આવી રહી છે. સવારે શોભાયાત્રા વખતે ફતેપુરાના ગરનાળા પોલીસ સ્ટેશન (Vadodara Police Station) નજીક પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જોકે બપોરબાદ ફતેપુરાના કુંભારવાડા ખાતે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે.

વડોદરામાં રામનવીમના પર્વ નિમિત્તે બે સ્થળો પર પથ્થમારાની ઘટના પ્રકાશમાં આવી છે, પહેલા શહેરના ફતેગંજ પાસે બપોરના અરસામાં રામની શોભાયાત્રા ડીજેના તાલે વાજતે-ગાજતે નીકળી રહી તે હતી તે દરમિયાન બે જુથો વચ્ચે અગમ્યો કારણોસર અથડામણ સર્જાઇ હતી અને એકાએક મામલો ઉગ્ર બનતા પથ્થરમારો સર્જાયો હતો. જોકે સાંજે પાંચ વાગ્યના અરસામાં બીજી વખત ફતેપુરાના કુભારવાડા વિસ્તારમા પથ્થામારાની ઘટનાથી સમ્રગ વડોદરાની પોલીસ દોડતી થઇ છે.

- Advertisement -

વડોદરાના રસ્તા પર સામ-સામે પથ્થરમારો સર્જાતા ભારે દોડધામ મચી હતી અને કેટલાક લોકોને ઇજાઓ પણ પહોંચી હતી. બનાવને પગલે પોલીસના કાફલા મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યા છે. પોલીસે સ્થિતીને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. ઉપરાંત સ્થાનિકોને શાંતિ જાળવવા અપીલ પણ કરવામાં આવી હતી. હાલ સમ્રગ ફતેપુરા કુંભારવાડા વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થયો છે. પોલીસ દ્ઘારા શાતિં ડહોળવનારા તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાનો ફતેપુરા વિસ્તાર સંવેદનસીલ માનવામાં આવે છે. શોભાયાત્રા દરમિયાન સવારે પણ જૂથ અથડામણ થવા છતાં સુરક્ષામાં કેમ કચાસ રાખવામાં આવી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

વડોદરામાં થયેલા પથ્થરમારા અંગે હવે ગૃહવિભાગ એક્શનમાં આવ્યું છે. પથ્થરમારા અંગે ગૃહમંત્રી હર્ષ સંધવીએ વડોદરા પોલીસ કમિશનર સાથે વાતચીત કરી હતી. જોકે પથ્થરમારા કરનારા અસામાજીકતત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પથ્થરમારા અંગે ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા પથ્થરમારા બાદ નાસી છુટેલા બે વ્યક્તિઓની હાઈવે પરથી ધરપકડ કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular