નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gujarat Corona News: રાજ્યમાં હોળી બાદ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. ઠંડી, ગરમી અને વરસાદના વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ રાજ્યમાં કોરોના કેસમાં (Gujarat Corona Case) પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરાના કેસમાં વધારો થતાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતીમાં કોરોના સામે આરોગ્યતંત્રની (Health Department) તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને તેની સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસ કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આગામી ૧૦ અને ૧૧ એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે. આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી, દવાઓ વગેરેની સજ્જતા ચકાસણી કરવામાં આવશે. ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન ૨૬૮ ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમજ કોવિડ-19 પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ પણ કરવામાં આવે છે.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે બેઠકમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં વહેલા નિદાન અને સારવારને પરિણામે હોસ્પિટલાઈઝેશન એટલે કે દાખલ કરવા પડે એવા દર્દીઓનું પ્રમાણ ૩% કરતાં ઓછું છે અને મૃત્યુદર પણ નહિવત છે. કોરોનાના કેસનું દૈનિક ધોરણે એનાલિસિસ કરીને આરોગ્ય વિભાગ રોગ અટકાયતના પગલા પણ તાત્કાલિક લે છે તેની આ બેઠકમાં વિગતો આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલોમાં દવા સહિતના પુરવઠાની પણ સમીક્ષા હાથ ધરી હતી. આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે તેમ આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠકમાં જણાવ્યું કે કોરોના સામે ગભરાટ કે ડર વિના સાવચેતી સલામતી રાખવા અને લોકોને કોરોના અંગે જાગૃત કરવા જરૂરી છે. ઉંમરલાયક વ્યક્તિઓ અને દર્દીઓએ જાહેર ભીડભાળવાળી જગ્યાએ ન જવુ અને માસ્ક પહેરવું, ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને જાહેર સ્થળોએ થૂંકવું નહીં જેવી બાબતો અંગે લોકજાગૃતિ કેળવવા તેમણે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








