Friday, December 1, 2023
HomeNationalઅયોધ્યામાં દીપોસ્તવ વર્લ્ડ રેકોર્ડ બાદના દૃશ્ય, ઘરનો ચુલો સળગાવા દીવાનું તેલ લેવા...

અયોધ્યામાં દીપોસ્તવ વર્લ્ડ રેકોર્ડ બાદના દૃશ્ય, ઘરનો ચુલો સળગાવા દીવાનું તેલ લેવા લોકો મજબુર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ભારત વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ સૌથી વધુ દિવા પ્રક્ટાવાનો છે. દિવાળીના આગલા દિવસે અયોધ્યામાં દીપોત્સવ 2023ની ઉજવણી કરવામાં આવી હતી. આ દીપોત્સવમાં 22.23 લાખ દિવા પ્રકટાવીને નવો વર્લ્ડ રેકોડ બનાવ્યો હતો. આ દીપોત્સવ ઉજવણીના અનેક ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દીપોત્સવના ફોટો ટ્વીટર (X) પર મુક્યા હતા. આ બઘા વચ્ચે એક બીજો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે આ દીપોસ્તવની ઉજવણી બાદનો છે.

અયોધ્યાના સરયુ ધાટ ખાતે શનિવારે દીપોસ્તવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાટ પર 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પર્વની ઉજવણી માટે અયોધ્યમાં શણગાર એવી રીતે કરવામાં આવ્યો કે જાણે પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય. શુક્રવારની મોડી સાંજ સુધી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દીવાઓની ગણતરીમાં વ્યસ્ત હતી. શનિવાર સવારથી દીવાઓમાં તેલ અને વાટ ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. અયોધ્યાના 51 ઘાટો પર 22.23 લાખ દીવાઓ પ્રગટાવામાં આવ્યા. જેનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો. આ અંગેનું પ્રમાણપત્ર પણ CM યોગીને આપવામાં આવ્યું.

- Advertisement -

આ પર્વની ઉજવણી બાદનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે દીવા પ્રગટાવીને ભારતે વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો. તે જ દીવામાં નખાયેલું તેલ લેવા માટે ગરીબ લોકો ઊમટી પડ્યા હતા. આ અંગે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે, દિવ્યતાની વચ્ચે ગરીબી…જ્યાં ગરીબી દીવામાંથી તેલ લઈ જવા મજબૂર કરે છે, ત્યાં ઉજવણીનો પ્રકાશ ઝાંખો પડી જાય છે. અમારી એક જ ઈચ્છા છે કે એવો ઉત્સવ આવે જેમાં માત્ર ઘાટ જ નહીં દરેક ગરીબના ઘર પણ રોશની થાય.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષ 80 કરોડ લોકોને સરકાર મફતમાં રાશન આપ્યું હોવાની વાત કરે છે. એટલે કે 80 કરોડ લોકો એટલા ગરીબ છે કે તેમણે ફ્રીનું સાશન લેવા માટે મજબુર છે અને તે દેશમાં દીવા પ્રગટાવાના વર્લ્ડ રેકોર્ડ બનવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કેટલાક લોકો પોતાનો આક્રોશ પણ ઠાલવી રહ્યા છે અને કહીં રહ્યા છે કે, ગરબી દૂર કરવાનો વર્લ્ડ રેકોર્ડ ન બની શકે?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular