નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદીઓ દિવાળીનો તહેવારની મન મુકીને ઉજવળી કરી છે. દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા પણ ફોડીને મજા માળી હતી. પરંતું આ મજા બાદ સજા બની શકે તેવી ઘટાના સામે આવી છે. દિવાળીના બીજા દિવસે અમદાવાદમાં પ્રદૂષણ વધી ગયું હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં હવાનું પ્રદૂષણ વધી ગયું છે. વાયુ પ્રદુષણમાં વધારો થતાં જાહેર આરોગ્યનો જોખમ પણ વધતો હોય છે.
દિવાળીના બીજા દિવસે અમદાવાદમાં પ્રદૂષણના સ્તરમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ અમદાવાદની હવામાં પ્રદૂષણ વધી રહ્યું હોવાના આંકડા સામે આવ્યા છે. અમદાવાદના ઘણા વિસ્તારોમાં AQIમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદનો ગ્યાસપુર વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ જોવા મળ્યું છે. ગ્યાસપુરમાં AQI 206 પર પહોંચ્યો છે. જ્યારે સેટેલાઈટ વિસ્તાર AQI 202, કઠવાડામાં AQI 200, મણિનગરમાં AQI 199, રખિયાલ AQI 187, ઉસ્માનપુરામાં AQI 184 અને બોડકદેવમાં AQI 177 જોવા મળ્યો છે.
અમદાવાદમાં દિવાળી પર ફટાકડા ફોડવાથી શહેરના અનેક વિસ્તારોનું વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું છે. જોકે હાલની સ્થિતી એવી થઈ છે કે અમદાવાદનું AQIનું સ્તર સામન્ય દિવસો કરતા દસ ગણું ખરાબ થઈ ગયું છે. દિવાળીના બીજા દિવસે હવાનો ગુણવત્તાનો દર 120 પર પહોંચ્યો છે. હાલમાં જે અમદાવાદનું AQI છે તે ચિંતાજન માની શકાય છે. એર ક્વૉલિટીનું સ્તર જે તે પ્રદેશમાં હવામાં રહેલા પ્રદૂષકોના માપ પર આધારિત નક્કી કરવામાં આવે છે. દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 500થી વધુ નોંધાયો હતો. જ્યારે અમદાવાદ આ બાબતમાં પણ દિલ્હીને માત આપવા આગળ વધી રહ્યું છે. જો આ વર્ષે વધુ ફટાકડા ફોડવામાં આવશે તો હવાની ગુણવત્તા હજુ પણ વધુ ખરાબ થઈ શકે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796