Devotees die in stampede and fire in Bihar and West Bengal : પવિત્ર શ્રાવણ માસના સોમવારે મંદિરોમાં ભારે ભીડ લાગી છે. બિહારના લખીસરાયના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા ફેલાતા મચેલી ભાગદોડમાં 8 ના મોત અને 22 લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં નાગચંદ્રેશ્વર મંદિરમાં દર્શન માટે ઉમેટલી ભીડમાં નાસભાગ થતાં 13 લોકો ઘાયલ થયા છે. જેમાં કેટલાંકની હાલત ગંભીર છે. પશ્ચિમ બંગાળના બીરભૂમમાં તારાપીઠ નજીક હોટેલમાં લાગેલી આગમાં (Tarapith Hotel Fire) 6 શ્રદ્ધાળુ મોતને ભેટ્યા છે. બિહારની ઘટનાના પગલે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Choudhary) એ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
બિહારના લખીસરાયના અશોક ધામ મંદિરમાં મહાદેવના દર્શન માટે મોટી ભીડ ઉમટી પડી હતી. દરમિયાનમાં એક થાંભલો પડતા કોઈએ કરંટ ફેલાયો હોવાની અફવા ફેલાવતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 8 મહિલાઓના મોત થયા છે. જ્યારે 23 લોકોને ઈજા પહોંચી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં નાગચંદ્રેશ્વર મંદિરમાં વર્ષમાં એક વખત નાગપંચમીના દિવસે ખૂલતા મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. આ સમયે નાસભાગ થતાં 13 લોકો ઘાયલ (Stampede at Nagchandreshwar temple in Ujjain) થયા છે અને એકની સ્થિતિ ગંભીર છે. જ્યારે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં તારાપીઠ નજીક હોટલમાં આગ લાગતા 6 શ્રદ્ધાળુ મોતને ભેટ્યા છે. તારાપીઠ મંદિરે ભગવાન શિવ અને મા તારાના દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ આ હોટલમાં રોકાયા હતા. પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી આ હોટલમાં શોર્ટ સરકીટથી આગ લાગતા ધૂમાડો તમામ માળે અને રૂમમાં ફરી વળતા ગૂંગળામણથી શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. એક મહિલા અને તેના બે બાળકો ગુમ હોવાની પણ વાત સામે આવી છે.








