Monday, August 24, 2026
HomeGujaratઅરવલ્લી: અકસ્માત જોઈ મદદનીશ માહિતી અધિકારીએ તુરંત કાર રોકાવી મદદ કરતા ગોલ્ડન...

અરવલ્લી: અકસ્માત જોઈ મદદનીશ માહિતી અધિકારીએ તુરંત કાર રોકાવી મદદ કરતા ગોલ્ડન અવર્સમાં બાઈક ચાલકનો બચાવ

- Advertisement -

Aravalli Bhiloda accident PRO: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભેટાલી ગામના ઢાળ પર બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. બાઈક ચાલક આગળ અચાનક કૂતરું આવી જતાં બાઈક રોડ પર પટકાયું હતું, જેના કારણે ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા અરવલ્લી માહિતી વિભાગના મદદનીશ અધિકારી રેશ્માબેન નિનામાએ પળનો પણ વિલંબ કર્યા વગર પોતાની કાર રોકી ઈજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

મળતી માહિતી મુજબ, અરવલ્લી માહિતી વિભાગમાં મદદનીશ અધિકારી તરીકે ફરજ બજાવતા રેશ્માબેન નિનામા સોમવારે પોતાના વતનથી મોડાસા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ભિલોડા તાલુકાના ભેટાલી ગામના ઢાળ પરથી પસાર થતાં સમયે બાઈક ચાલકની સામે અચાનક કૂતરું આવી ગયું હતું. કૂતરાથી બચવાના પ્રયાસમાં બાઈક ચાલક રોડ પર પટકાયો હતો અને તેના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -

અકસમાત જોતા રેશ્માબેને પોતાની કાર તાત્કાલિક રોકી હતી અને ઈજાગ્રસ્ત બાઈક ચાલકને કારમાં બેસાડી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. સમયસર સારવાર મળી રહે તે માટે તેમણે તાત્કાલિક મદદ કરી હતી. રેશ્માબેન દ્વારા કરવામાં આવેલી મદદની ઈજાગ્રસ્તના પરિવારજનોએ પણ સરાહના કરી હતી.

અકસ્માત બાદ સમયસર સારવાર ન મળવાથી અનેક લોકોના જીવ જતા હોવાના કિસ્સા સામે આવે છે. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તને ગોલ્ડન અવરમાં તાત્કાલિક સારવાર મળી રહે તે ખૂબ જ મહત્વનું હોય છે. સરકાર દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને મદદ કરનાર રાહદારીને પ્રોત્સાહન આપવા માટે રૂ.25 હજારના રોકડ પુરસ્કારની જોગવાઈ કરવામાં આવી છે.

જોકે, પોલીસ અને કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડશે તેવા ભયને કારણે હજુ પણ કેટલાક લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્તોની મદદ કરતાં અચકાતા હોય છે. આવા સમયે રેશ્માબેન નિનામાએ ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સમયસર હોસ્પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular