Monday, August 24, 2026
HomeGujaratરાજકોટમાં મચ્છરો ભગાડવા ડ્રોન ઉડાડ્યું, મ્યુનિ. કમિશનર મોડા આવ્યા તો મેયરે કાર્યક્રમ...

રાજકોટમાં મચ્છરો ભગાડવા ડ્રોન ઉડાડ્યું, મ્યુનિ. કમિશનર મોડા આવ્યા તો મેયરે કાર્યક્રમ શરૂ કરાવી દીધો

- Advertisement -

AI drones used to kill mosquitoes in Rajkot : મચ્છરોના વધતા ઉપદ્રવ અને રોગચાળાને કંટ્રોલ કરવા માટે રાજકોટમાં AI Drone ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. રાજકોટના રામનાથપરા મંદિર પાસે યોજાયેલા કાર્યક્રમમાં AI ડ્રોન મચ્છરોને ભગાડશે તેવો દાવો કર્યો છે. રાજકોટના મેયર ડૉ.નેહલ શુક્લે (Dr. Nehal Shukla) ના હસ્તે AI ડ્રોન ટેક્નોલોજીથી મચ્છરો દૂર કરવાની નવતર પહેલનો પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા (Tushar Sumera RMC) મોડા પહોંચ્યા હતા. જે દરમિયાન મેયરે કાર્યક્રમ શરૂ કરાવી દેતા આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

મેલેરિયા, ડેન્ગ્યુ અને ફાઈલેરિયા જેવા મચ્છરજન્ય રોગોને ફેલાવતા અટકાવવા માટે મચ્છરોનો નાશ કરવા જરૂરી છે અને એટલે જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને AI ડ્રોન ટેક્નોલોજી અપનાવી છે. Rajkot City ના 162 ચોરસ કિલોમીટરના વિસ્તારનું AI આધારિત પ્લેટફોર્મ પર મેપિંગ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેની અમલવારી શરૂ કરાઈ છે.

- Advertisement -

રાજકોટના મેયર ડૉ.નેહલ શુક્લે જણાવ્યું છે કે, આ નવતર પ્રયોગ થકી ડ્રોન દ્વારા પ્રી-આઇડેન્ટિફાય કરવામાં આવે છે. જે વિસ્તારોમાં મચ્છરોના લાર્વા છે અને જ્યાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને પહોંચી દવાનો છંટકાવ કરવો અશક્ય છે તેવા વિસ્તારોને ઓળખી લઈ ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવામાં આવે છે. આના લીધે મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો માટે જવાબદાર મચ્છરોના ઉપદ્રવને અટકાવી શકાશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular