જય અમીન (નવજીવન ન્યૂઝ.સાબરકાંઠા): સાબરકાંઠા પોલીસ વડા નીરજકુમાર બડગુજરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં ઇડર ઇડર આંગડિયા પેઢી કર્મચારીનું ઇકો કારમાં અપહરણ કરી લૂંટ કરી ફરાર આરોપીઓને દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. સાબરકાંઠા એસઓજી પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે એક આરોપીના ભાગમાં આવેલ ૨.૩૬૧ કિગ્રા ચાંદીના પાર્સલને કોબસો નદીના કિનારે પથ્થર નીચે સંતાડી દીધું હોવાનું જણાવતા એસઓજી પોલીસે ૧.૩૭ લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ઇડરના બસ સ્ટેશન વિસ્તારમાં જયંતિભાઇ સોમાભાઇ પટેલ આંગડિયા પેઢીના કર્મી પાસેથી ૮ લાખની લૂંટ કરી અપહરણ કરવાના પ્રકરણમાં ખેરાલુના મલેકપુર સરપંચના દીકરાની પોલીસે અટકાયત જાહેર કરતાં અને પાટણ એલસીબીએ અન્ય ૪ શખ્સોને પણ ઝડપી લેતાં ગણતરીના કલાકોમાં સમગ્ર અપહરણ વીથ લૂંટના પર્દાફાશના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો સાબરકાંઠા એસઓજી પીએસઆઈ કોમલ રાઠોડે લૂંટની ઘટનામાં વપરાયેલ ઈકો કારમાંથી મળી આવેલ દસ્તાવેજ આધારે ઘટનાના મુખ્ય આરોપી તથા કારના માલિક એવા ચેતન ઉર્ફે વિપુલ વિનુજી ઠાકોરને ખેરાલુના મલેકપુર ગામેથી ઝડપી લીધો હતો અને ઝીણવટ ભરી સઘન પૂછપરછ હાથ ધરતાં ચેતન ઠાકોરે ચોરી કરી ભાગમાં આવેલ ૨.૩૬૧ કિગ્રા ચાંદી કાબસો ગામની નદીમાં પથ્થર નીચે સંતાડ્યું હોવાનું જણાવતા એસઓજી પોલીસે નદીના કિનારે પહોંચી પથ્થર નીચે સંતાડેલ ૧.૩૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
ઈડરમાંથી આંગડીયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી રૂપિયા ૮.૬૧ લાખની લૂંટ ચલાવવાની ઘટનાના મુખ્ય આરોપીને સાબરકાંઠા પોલીસે ઝડપી પાડયા બાદ, વધુ ચાર આરોપીને પાટણ એલ.સી.બી.એ ઝડપી પાડી એક લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ ચારેય આરોપીને શનિવારે ઈડર લાવી વધુ પુછતાછ હાથ ધરાઈ હતી જેમાં એસઓજી પોલીસે વધુ ૧.૩૭ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળ રહી છે જિલ્લાનું પોલીસતંત્ર આ ઘટનાના અન્ય એક આરોપી તથા બાકીનો મુદ્દામાલ રિકવર કરવા દોડધામ કરી રહ્યું છે.
સાબરકાંઠા SOGએ પકડેલ આરોપી
૧) ચેતનજી વિનુજી ઠાકોર (રહે. મલેકપુર તા. ખેરાલુ, સરપંચનો દીકરો)
પાટણ LCBએ ઝડપેલા લૂંટારુઓ
૧) ઠાકોર વદેસિંહ ઉર્ફે કાનાજી ગાંડાજી (રહે. થલોટા તા. વિસનગર)
૨) ઠાકોર અશોકજી પ્રતાપજી (રહે વરેઠા તા.ખેરાલુ)
૩) ઠાકોર ગોપાળજી સુજાજી (રહે.વર્શીલા તા.સિદ્ધપુર )
૪) ઠાકોર પંકેશજી લવજીજી (રહે. કોટ તા. સિદ્ધપુર)
વોન્ટેડ આરોપી
૧) ઠાકોર કલ્પેશજી રહે.કોટ તા.સિદ્ધપુર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












