નવજીવન ન્યૂઝ.વડોદરાઃ આપણે ત્યાં વાહન ચાલકો બેફામ વાહન ચલાવે છે, ટ્રાફીકના નિયમો પણ રોજબરોજ તોડવામાં આવે છે, અન્યોના જીવ પણ ઘણી વખત જોખમમાં મુકી દે છે. જ્યારે અહીં વડોદરામાં તો એક શખ્સ અન્યો સાથે પોતાના જીવથી પણ રમત કરી રહ્યો હોય તેવું દેખાઈ આવે છે. વડોદરાના એક વાયરલ વીડિયોમાં યુવક ચાલુ બાઈકે બંને ફોનનો ઉપયોગ કરતો જોવા મળે છે. એક હાથમાં ફોન પકડી વાત કરે છે તો બીજા ફોનની સ્ક્રીન જોઈ તેનો પણ ઉપયોગ કરે છે. અહીં વીડિયો જુઓ આપને ઘણો બધો અંદાજ આવી જશે કે આ શખ્સ કેટલો લાપરવાહ છે. તે પછી જાણીએ કે પોલીસે કેવી કાર્યવાહી કરી.
વડોદરાના વાડી પોલીસ મથકની હદમાં આવેલા ગેંડીગેટ વિસ્તારના એક સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ બંને હાથે ચાલુ વાહને ફોન વાપરતો જોઈ શકાય છે. જ્યાં બંને હાથે સ્ટીયરિંગ પકડવાનું હોય ત્યાં આ શખ્સ ફોન પર લાગેલો હતો. પોલીસે આ શખ્સને 1 હજાર રૂપિયાનો મેમો પકડાવ્યો છે જોકે બીજી તરફ જ્યાં સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થવા લાગ્યો છે ત્યાં પોલીસે આ શખ્સને 1 લાખનો દંડ કરવો જોઈતો હતો, કોઈએ કહ્યું કે લાયસન્સ જ કેન્સલ કરી દો, તો કોઈએ કહ્યું કે આને ક્લાસ કરાવવાની જરૂર છે, તેવી લોકોએ ઘણી ઈચ્છાઓ વ્યક્ત કરી છે. આ વીડિયો વડોદરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યો છે.
બે હાથમાં બે ફોન!! એ પણ ચાલુ બાઈક પર!! આ ભાઈની વ્યસ્તતા તો જુઓ..@sanghaviharsh@pkumarias@ashishbhatiaips@Shamsher_IPS@GujaratPolice#VadodaraCityPolice pic.twitter.com/gNUyZUCrlh
— Vadodara City Police (@Vadcitypolice) February 12, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












