નિકુંજ પટેલ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ) : અમદાવાદમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ માં ૫૬ જણાનો ભોગ લેનારા સીરિયલ બ્લાસ્ટ કેસના 49 આરોપીને કોર્ટે દોષી ઠરાવ્યા છે હવે કોને કેટલી સજા થશે તેની પર દેશની અને અમદાવાદવાસીઓ ની નજર છે. સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેવી રીતે ક GVરાયા, તેની પાછળ કોણે અને કેવી ભૂમિકા ભજવી સાથે સાથે મુંબઈ પોલીસે આઈ એમ (ઇન્ડિયન મુજાહિદ્દીન) મોડ્યુલ નો પર્દાફાશ કેવી રીતે કર્યો. તેની ચોંકાવનારી વિગતો જોઈએ.
અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થતાં અમદાવાદ પોલીસ અને તેની વિવિધ એજન્સીઓ લાગી ગઈ હતી. પોલીસ અધિકારીઓને માર્ગદર્શન હેઠળ તપાસ કામગીરી નક્કર રીતે આગળ વધી રહી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને સુરતમાં બોમ બ્લાસ્ટ કરવા માટે બે વેગન આર સહિત ચાર વાહનોનો ઉપયોગ થયો હતો.મુંબઈ પોલીસમાં પ્રોપર્ટી સેલ નામનો એક વિભાગ છે જેનું કામ ચોરીના વાહનો અને તેની ચોરી કરનાર આરોપી ને શોધવાનું છે આ સેલમાં વાહન ચોરીના અનેક ગુના નોંધાયા હતા બીજી તરફ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં કારનો ઉપયોગ થયો હતો.
આ બોમ્બ બ્લાસ્ટ થયા તેના થોડા દિવસ પહેલાં જ વાહન ચોરીની બે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના ઘટનાક્રમ પર નજર રાખી રહેલા તે સમયના પ્રોપર્ટી સેલના સિનિયર પીઆઇ અરુણ ચૌહાણ અને તેમની ટીમે બંને કાર અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી. જેમાં બે વેગન આર કાર સહિત કુલ ચાર વાહનો નવી મુંબઇના વાશી અને નેરુલ વિસ્તારમાંથી ચોરી થયા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસે આ કેસમાં સૌપ્રથમ અફઝલ ઉસ્માની ને ઝડપી લીધો .અફઝલ 28 દિવસ સુધી પ્રોપર્ટી સેલ ના તાબામાં રહ્યો. જેમાં તેને કારની ચોરી કરી કેવી રીતે તેમાં વિસ્ફોટકો ની એલપીજી ગોઠવા વગેરે સઘળી માહિતી પોલીસને આપી.
બીજી તરફ અમદાવાદ પોલીસે અબુ બશર અને તેના સાગરિતોને ઉતાવળે ઝડપી લીધા સાથે સાથે રાજ્યના પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી જેમાં બોમ્બ બ્લાસ્ટમાં ઉશ્કેરણીજનક ભાષણો આપવા જેવી નાનકડી ભૂમિકા ભજવનારા શખ્સોને કાવતરાખોર ગણાવ્યા. મુંબઈ પોલીસે તેમની સાથે co-ordinate કરી રહેલી ગુજરાત પોલીસને જ્યારે કહ્યું કે બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી ચોરીની કારનો mastermind મુંબઈ માં પકડાયા છે ત્યારે પહેલા તો પોલીસે આ ચોર બ્લાસ્ટ કેસના આરોપી હોઈ ના શકે એમ કહીને વાતને હસી કાઢી હતી. પરંતુ ગંભીરતા સમજાતા બાદમાં ગુજરાત એટીએસએ ઉસ્માની ને સોંપી દેવાની જીદ પકડતા mumbai property sale ની એક ટીમ અભિયાનને લઈને અમદાવાદ પહોંચી ..જેમાં ગુજરાત પોલીસને આ બાબત સાચી જણાઇ.આ સમયગાળા દરમિયાન પ્રોપર્ટી સેલ બ્લાસ્ટ કેસમાં સંડોવણી ધરાવતા 21 આરોપીને ઝડપી લીધા હતા જેમાંથી છ જેટલા આરોપી દોષી પણ ઠર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












