Thursday, April 23, 2026
HomeGeneralયુક્રેનમાં રશિયન સૈનિકોનું "ધમાકેદાર સ્વાગત", Twitter પર વાયરલ થયો Video

યુક્રેનમાં રશિયન સૈનિકોનું “ધમાકેદાર સ્વાગત”, Twitter પર વાયરલ થયો Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે બુધવારે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રશિયન સૈન્ય પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. રશિયાની સેના રાજધાની કિવ તરફ આગળ વધી રહી છે. રાત્રે લેવામાં આવેલા ફૂટેજમાં યુક્રેનની સેના દ્વારા લગભગ બે ડઝન શેલ છોડવામાં આવી રહ્યા છે. અંધારામાં ટાર્ગેટ દેખાતો નથી. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટર પર જણાવ્યું હતું કે “આમંત્રણ વિનાના મહેમાનો યુક્રેનની ધરતી પર શાંતિપૂર્ણ રીતે સુશે નહીં – અમારી સેના દરેક જગ્યાએ તેમનું “સ્વાગત” કરશે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તેને એક સૈનિક રેકોર્ડ કરી રહ્યા છે. થોડા કલાકો પહેલા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને 55 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. ટ્વિટર યૂઝર્સ યૂક્રેનની સેનાની બહાદુરીના વખાણ કરી રહ્યા છે.



- Advertisement -

એક યુઝરે લખ્યું, “પુતિન દ્વારા મોકલવામાં આવેલા રશિયનોનું યુક્રેનમાં સારું સ્વાગત થઈ રહ્યું છે.” બીજા એક યુઝરે 1962માં આવેલી ફિલ્મ લોરેન્સ ઓફ અરેબિયાનો ડાયલોગ લખ્યો હતો – “તેમને પાઉન્ડ કરો, ચાર્લી”, જેનો અર્થ થાય છે, “જોરદાર પ્રહાર કરો, ચાર્લી.”

યુક્રેન મોકલવામાં આવેલી ટેન્ક વિરોધી મિસાઇલોને કારણે રશિયાને યુદ્ધમાં પોતાની રણનીતિ બદલવાની ફરજ પડી છે. આનાથી રશિયા પર શહેરી યુદ્ધ માટે વધુ શક્તિશાળી સૈનિકો શોધવા માટે દબાણ આવશે. એન્ટી ટેન્ક મિસાઇલ . સૈન્ય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર તાજેતરના સપ્તાહોમાં યુક્રેન મોકલવામાં આવેલી ટેન્ક વિરોધી મિસાઇલોની સંખ્યા ચોંકાવનારી છે. આનાથી યુક્રેનના સૈનિકોને આ શસ્ત્રોનો ભંડાર મળી ગયો છે જે આધુનિક યુદ્ધમાં કદાચ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી.

માત્ર યુકેએ લોન્ચર્સ સાથે 3,615 નાના-રેન્જના લાઇટ મોડર્ન એન્ટિ-ટેન્ક વેપન્સ (એનએલએવી) મોકલ્યા છે. જર્મનીએ કહ્યું છે કે તે તેના ભંડારમાંથી 1,000 એન્ટી ટેન્ક શસ્ત્રો મોકલશે. નોર્વે 2000, સ્વીડન 5000 અને અમેરિકા (યુએસ) જેવેલિન મિસાઇલ સિસ્ટમ મોકલી રહ્યું છે, જેની સંખ્યા તેણે જાહેર કરી નથી. અન્ય દેશોએ પણ શસ્ત્રો મોકલ્યા છે, ઘણા આધુનિક તકનીક નથી પરંતુ તે ચોક્કસપણે જોખમી છે.

- Advertisement -


- Advertisement -






Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular