Thursday, April 23, 2026
HomeGeneralકચ્છ : મોહજાળમાં ફસાવી રૂપિયા પડાવવાનો વધુ એક કિસ્સો, આ વખતે લોકગાયક...

કચ્છ : મોહજાળમાં ફસાવી રૂપિયા પડાવવાનો વધુ એક કિસ્સો, આ વખતે લોકગાયક બન્યો નિશાન, જાણો શુ છે હકીકત…

- Advertisement -

નવજીવન ન્યૂઝ.કચ્છ : મોહજાળમાં ફસાવીને મહિલા તેમજ તેના સાગરીતો દ્વારા રૂપિયા પડાવવાનો કચ્છનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે ચઢ્યો છે. આ વખતે જિલ્લાનાં જાણીતા કાફી ગાયક કલાકારને ખુદ તેના જ સહ કલાકારની પત્નીએ ફસાવ્યો હતો. નગ્ન હાલતમાં વિડિઓ ઉતારીને 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. મામલો અંદરખાને સેટલ થઈ પછી અચાનક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થવાને પગલે આખરે લોક ગાયકને પોલીસની શરણે જવું પડ્યું હતું.



- Advertisement -

લાંબા સમયથી કચ્છમાં પુરુષોને, ખાસ કરીને આધેડ વયના અને માલદાર અથવા તો જાણીતી વ્યક્તિને યુવતી કે મહિલાઓ દ્વારા મોહજાળમાં ફસાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ભુજ તાલુકાના મીરઝાપર ગામનાં પટેલ યુવાન અને માધાપરના NRI વૃદ્ધને ફસાવી વિડિઓ ઉતારી લાખો રૂપિયા માંગવાની ઘટના પછી ભુજ તાલુકામાં ચુબડક ગામનાં કાફી ગાયકીનાં જાણીતા કલાકારની આવી જ એક ઘટના પોલીસ સ્ટેશન પહોંચી છે. જેમાં સાથી કલાકારની પત્નીએ જ લોકગાયકને ફસાવી રૂપિયા પડાવવાનો કારસો ઘડ્યો હતો. પોલીસમાં થયેલી ફરિયાદ પ્રમાણે, ભુજ તાલુકાનાં ચુબડક ગામનાં 58 વર્ષનાં ગાયક કલાકારને 20મી ફેબ્રુઆરીનાં રોજ બપોરે ઢોલ વગાડતા તેના સહ કલાકાર જુસબ લંધાની પત્ની નઝમાનો ફોન આવ્યો હતો. ભુજનાં અંજલીનગરમાં રહેતી આ મહિલાએ લોક ગાયકને ખાસ કામ છે તેવું જણાવીને ઘરે આવવાનો આગ્રહ કર્યો હતો. ચુબડક ગામનો આ કલાકાર કાર લઈને તેના ઘરે ગયો ત્યારે ચા પીવામાં ઘેનની દવા નાખી દેતા તે બેભાન થઈ ગયો હતો. જયારે તેને ભાન આવ્યું અને નગ્ન હાલતમાં હોવાને કારણે કપડાં પહેરી રહ્યો હતો તેવામાં બે વ્યક્તિ રૂમમાં ઘુસી આવ્યા હતા. અને વિડિઓ ઉતારવાનું શરૂ કરી દીધું હતું. વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી 25 લાખ રૂપિયાની માંગણી કરતા કલાકારે આટલા બધા રૂપિયા ન આપી શકે તેમ જણાવતા તેમની પાસેના 12 હજાર રૂપિયા પડાવીને તેઓ ભાગી ગયા હતા.



ઘટના પછી આ કલાકારે તેમના સમાજનાં આગેવાનોને આ અંગે જાણ કરી હતી. દરમિયાન લોક ગાયકનાં કાકાનાં દિકરાએ ફોન કરીને ફરિયાદ ન કરવા જણાવ્યું હતું. અને નઝમાએ પણ આવીને કલાકારની માફી માંગી રૂપિયા સહિતની પડાવેલી વસ્તુઓ પાછી આપી દીધી હતી. પરંતુ વીસેક દિવસ બાદ કલાકારનો વિડિઓ વાયરલ થવાને પગલે છેવટે તેણે પોલીસમાં નઝમા સહિત દુધઈના ઓસમાણ ગની મિયાંણા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

કચ્છમાં બ્લેકમેલ કરવાનો ધંધો પૂરબહારમાં
કચ્છ જિલ્લામાં નલિયા કાંડ બાદ એકપછી એક બહાર આવી રહેલા મોહજાળમાં ફસાવવાના કિસ્સાને જોતા બ્લેકમેંલિંગ કરવાનો ધંધો પૂરબહારમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પહેલા રાજકારણ અને પ્રતિષ્ટિત પુરુષોને ફસાવવનાં કિસ્સા બહાર આવતા હતા. પરંતુ ટૂંક સમયમાં માતબર રકમ મળતી હોવાને પગલે યુવતી અને મહિલાઓ સહિત કેટલાક લોકો કચ્છમાં આવા એવા પુરુષોને ટાર્ગેટ કરી રહ્યા છે જેઓ સહેલાઈથી તેમની માયાજાળમાં આવી જાય તેવા હોય છે. પોલીસ ચોપડે ચઢ્યા સિવાયનાં એવા ઘણાં કિસ્સા પણ છે જેમાં, પોતાના પરિવારની આબરૂની બીકમાં પુરુષ રૂપિયા આપીને સમાધાન કરી લે છે.





- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular