Monday, September 9, 2024
HomeBusinessડોલર સામે રૂપિયો તેની ઓલ ટાઈમ બોટમે બેસી ગયો

ડોલર સામે રૂપિયો તેની ઓલ ટાઈમ બોટમે બેસી ગયો

- Advertisement -

ભારતીય નાણાબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો

બ્રિકસ દેશોની નવી કરન્સીમાં સોનાની હિસ્સેદારી વધશે: સોનામાં રોકાણ વધારવા રોકાણકારો પાસે એક નવું કારણ

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આયાતકારો તરફથી ડોલરની (Dollar) મોટી માંગ અને મહત્તમ એશિયન ચલણોની સામે ભારતીય રૂપિયાને (Indian Rupee) ઘટવાની ફરજ પડી છે, ત્યારથી ડોલર સામે રૂપિયો તેની ઓલ ટાઈમ બોટમે બેસી ગયો છે. શક્ય છે કે ભારતીય અર્થતંત્રના હકારાત્મક આંકડા અને અમેરિકન ફેડરલ રીઝર્વનાં ચેરમેન જેરોમ પોવેલએ ગત સપ્તાહે જેક્શન હોલ સભામાં આખા વિશ્વની સેન્ટ્રલ બેંક અધિકારીઓ સામે આપેલા ધ્રુજરા ટોન (નકારાત્મક) નિવેદને સ્થાનિક કરન્સી બજારમાં રૂપિયાને અત્યાર સુધી વેગથી ઘસાતો અટકાવ્યો હતો. સોમવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ બજારમાં રૂપિયો ૮૩.૯૪ જેવો બોલાયો હતો. શુક્રવારે ઇન્ટ્રાડેમાં ૮૩.૯૬ સુધી ઐતિહાસિક નબળો પડ્યો હતો.

ઇન્ટરનેશનલ મોનીટરી ફંડે એક અનુમાનમાં કહ્યું હતું કે વિશ્વમાં સૌથી ઝડપી અર્થતંત્રની રેસમાં રહેવા માટે ૨૦૨૪મા ભારત ૭ ટકાના દરે જીડીપી વૃદ્ધિ કરશે. એક ન્યુઝ એજન્સીએ કરેલા સર્વેક્ષણ પ્રમાણે ભારત સરકાર ખર્ચ વધારી રહી હોવા છતાં, એપ્રિલ-જુન ત્રિમાસિકમાં આર્થિક વિકાસ સૌથી ધીમો રહ્યો છે. દરમિયાન રેટિંગ એજન્સી મૂડીસએ ગત સપ્તાહે કહ્યું હતું કે ૨૦૨૪ અને ૨૦૨૫મા ભારતનો જીડીપી વૃદ્ધિદર અનુક્રમે ૭.૨ ટકા અને ૬.૫ ટકા અંદાજીત છે.

- Advertisement -

જેરોમ પોવેલે સપ્ટેમ્બરમાં અમેરિકન વ્યાજદર ઘટાડવાના પુન:સંકેત આપ્યા, તેથી ડોલર નબળો પડે, તે સ્થિતિમાં રૂપિયો મજબૂતી ધારણ કરી શકે છે. એક મહિનાના નોન-ડીલીવરેબલ બજારમાં રૂપિયો મજબૂતી સાથે ખુલ્યો હતો. ડોલર સામે રૂપિયો આગલા બંધ રૂ. ૮૩.૮૯ સામે શુક્રવારે ૮૩.૮૦થી ૮૩.૮૨ના દરે ટ્રેડ થયો હતો. ડોલર ઇન્ડેક્સમાં ડોલર, ઓગસ્ટ આરંભથી કુટાતો આવ્યો હતો, તેમાં ગત સપ્તાહે સુધારો જોવાયો હતો. શુક્રવારે ડોલર ઇન્ડેક્સ ૧૦૦.૫૧ સુધી નબળો પડ્યા બાદ સોમવારે ૧૦૧.૫૯ મુકાયો હતો.

ભારતની વિદેશી હૂંડિયામણ અનામત ૨૩ ઓગસ્ટે ૬૮૧.૬૯ ડોલરે પહોચી હતી, એકજ સપ્તાહમાં ૭.૦૨ અબજ ડોલર સાથે આ સૌથી મોટો સાપ્તાહિક વધારો હતો. ભારતીય અર્થતંત્ર મજબુત છે, એવું આ આંકડો દર્શાવે છે. ભારતીય નાણાબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધ્યો છે. સોનાની અનામત પણ વિક્રમ ૮૯૩૦ લાખ ડોલર વધીને ૬૦.૯ અબજ ડોલરે પહોચી હતી.

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે ૨૩ ઓગસ્ટે પુરા થયેલા સપ્તાહમાં ચલણમાં ફરતી નોટો ૦.૧ ટકા ઘટીને ૩૫.૧૨ લાખ કરોડ રહી હતી. ગતવર્ષે સમાન સપ્તાહમાં તે ૬.૧૦ ટકા વધી હતી. સેન્ટ્રલ બેન્કે વધુમાં કહ્યું હતું કે આ ગાળામાં સર્વાંગી કરન્સી અનામત ૦.૬ ટકા ઘટીને રૂ. ૪૬.૨૮ લાખ કરોડ રહી હતી, જે ગતવર્ષે સમાન સમયમાં ૦.૧ ટકા ઘટી હતી.

- Advertisement -

એક કરન્સી ડીલરે કહ્યું કે ૧૦ દેશના બનેલા બ્રિકસ દેશોની નવી કરન્સીમાં, સોનાની હિસ્સેદારી મહત્વની ભૂમિકા કરશે. એ જોતા સોનામાં રોકાણ કરવા માટે, રોકાણકારો પાસે એક નવું કારણ ઉપલબ્ધ થશે. આ કિમતી ધાતુ આ વર્ષે ૩૦૦૦ ડોલર પ્રતિ ઔંસ થવા માટે હવે માત્ર ૧૮ ટકા જ દુર છે. મહત્તમ દેશો હવે સોના સામે કરન્સીને માપવાનું અનુકુળ માનવા લાગતા, સોનાની માંગમાં વધારો થયો છે. સરકારો હવે કાગળિયું નાણું છાપ છાપ કરવાની સ્થિતિમાં નથી રહી. જ્યારથી તમામ સ્વરૂપના એબો ગ્રાઉન્ડ (ધરતી ઉપર) ઉપલબ્ધી અને નવી ખાણ સપ્લાયની ગણતરી કરીને, બધીજ સરકારો હવે કરન્સીને સોનામાં મુલવણી કરતી થઇ ગઈ છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular