Sunday, April 19, 2026
HomeNationalમોદી સરકાર કહે છે સ્વદેશી અપનાવો અને બીજી તરફ ભારત-ચીનના વેપારમાં વૃદ્ધિ

મોદી સરકાર કહે છે સ્વદેશી અપનાવો અને બીજી તરફ ભારત-ચીનના વેપારમાં વૃદ્ધિ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : નરેન્દ્ર મોદી સરકારે આપેલો ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી‘નો નારો અને આત્મનિર્ભર ભારત બનાવવાના દાવાઓ વચ્ચે દેશના વેપારમાં આ વર્ષે મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લાં ચાર વર્ષથી ભારતના ટોચના ભાગીદાર અમેરિકાને પાછળ છોડીને ચીન ફી એક વખત ભારત સાથેના સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો છે. ભારત અને ચીન વચ્ચેનો કુલ વેપાર (India China Trade) 151.1 અબજ ડૉલર સુધી પહોંચ્યો છે. જો કે, ચિંતાજનક બાબત ભારતની વેપાર ખાધ વધી છે.

ચીન સાથે વેપાર વધ્યો છે, પરંતુ ભારત માટે સૌથી મોટી ચિંતા ઊભી થઈ તે વેપાર ખાધ (Trade Deficit India)ની છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતની ચીન સામેની વેપાર ખાધ વધીને 112.16 અબજ ડૉલર પર પહોંચી છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી ઊંચો છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભારત ચીન પાસેથી જેટલો માલ ખરીદે છે, તેની સરખામણીમાં ચીનને વેચાતો માલ ઘણો ઓછો છે. ભારતે ચીનને 19.47 અબજ ડૉલરનો માલ વેચ્યો (Exports India to China) જે ગયા વર્ષ કરતાં 36.66 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. બીજી તરફ ભારતે ચીન પાસેથી 131.63 અબજ ડૉલરનો માલ મગાવ્યો (Imports China to India) જે 16 ટકાનો વધારો દર્શાવે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular