નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના ભાટ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન આરોપી દ્વારા પોલીસ સબ ઈન્સપેક્ટર પર હુમલો કરવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તુરંત સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ગત મોડી રાત્રે હુમલો થયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ એમડી ડ્રગ્સની રેડ માટે ભાટ ગામ પાસે ગઈ હતી. આ દરમિયાન આરોપી અને પોલીસની કારનો અકસ્માત થયો હતો. ત્યારે આરોપીએ PSI શર્મા પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં તેમને હાથના ભાગે ઈજા થઈ હતી. પોલીસે આ આરોપી પાસેથી 300 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ઇજાગ્રસ્ત પોલીસ સબ ઈન્સપેક્ટર શર્માને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની હાલત સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે.








