Sunday, April 19, 2026
HomeNationalતમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ: 13ના મોત, મૃત્યુઆંક વધવાની ભીતિ

તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ: 13ના મોત, મૃત્યુઆંક વધવાની ભીતિ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડા બનાવતી એક યુનિટમાં ભયાનક વિસ્ફોટ સર્જાતા 13 લોકોના મોત થયા છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે અને રાહત-બચાવ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.

માહિતી મુજબ, ફટાકડા ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતા ભારે નુકસાન થયું હતું. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે, કારણ કે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ છે.

- Advertisement -

મુખ્યમંત્રીની પ્રતિક્રિયા

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનએ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા સંબંધિત મંત્રીઓને સ્થળ પર જવાની સૂચના આપી છે.

રાહત અને બચાવ કામગીરી

- Advertisement -

પ્રશાસન દ્વારા ઘટનાસ્થળે બચાવ ટીમો મોકલવામાં આવી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે અને તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

અગાઉ પણ આવી ઘટનાઓ

ઉલ્લેખનીય છે કે આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં આંધ્ર પ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા હતા. તેવી જ રીતે તાજેતરમાં છત્તીસગઢમાં પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં પણ અનેક લોકોના જીવ ગયા હતા. આ સતત ઘટનાઓને કારણે ઔદ્યોગિક સુરક્ષા અને નિયમોના અમલ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular