Wednesday, April 22, 2026
HomeGujaratGandhinagarઘૂડખર અભ્યારણ્યના કારણે છીનવાયેલા અગરીયાઓના અધિકારોને લઈને મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

ઘૂડખર અભ્યારણ્યના કારણે છીનવાયેલા અગરીયાઓના અધિકારોને લઈને મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં કચ્છનું (Kutch) રણ પ્રાકૃતિક રીતે તો અગત્યનું છે જ પરંતુ તેની સાથે કેટલાક લોકોનું આર્થિક ઉપાર્જન પણ જોડાયેલુ છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાના અગરીયાઓ (Agaria) વર્ષમાં 8 મહિના માટે સ્થળાંતર કરીને આ રણમાં આવે છે અને મીઠું (Salt) પકવે છે. આ વાતનો ઉલ્લેખ ગુજરાતનાં ઐતિહાસિક પુસ્તકોમાં પણ જોવા મળે છે. પરંતુ જ્યારથી કચ્છના નાના રણને ઘૂડખર અભ્યારણ્ય (Wild Ass Sanctuary) જાહેર કરવામાં આવ્યું છે, ત્યારથી આ અગરીયાઓના મીઠું પકવવાના અધિકારો પર રોક લાગી છે. જેના કારણે હવે અગરીયા હિતરક્ષક મંચ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) રજૂઆત કરવામાં આવી છે અને આવેદન પાઠવવામાં આવ્યું છે.

દેશનું 70 ટકા મીઠું ગુજરાતનાં અગરીયાઓ પકવે છે, ગુજરાતનાં અગરીયાઓ છેલ્લા 500થી 600 વર્ષના સમયથી કચ્છના નાના રણમાં મીઠું પકવે છે. પરંતુ જ્યારથી કચ્છના નાના રણને ઘૂડખરનું અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ વન વિભાગ દ્વારા જે સર્વે-સેટલમેન્ટ કરવામાં આવ્યા છે. તેમાં ઘણા બધા અગરીયાઓના નામ બાકાત રહી ગયા છે અને તેમના અધિકારો છીનવાયા છે. તેમજ જમેના હકો માન્ય રાખવામાં આ¬યા હોવાનું જણાવવામાં આવે છે, તે પૈકીનાં મોટાભાગનાં અગરીયા આજે હયાત નથી.

- Advertisement -

જે અગરીયાઓના અધિકાર છીનવાયા છે, તેમના વધી અગરીયા હિતરક્ષક મંચ દ્વારા મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યું છે. આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “આ તબક્કે આપને અમે પરંપરાગત અગરીયાઓ વતી વિનંતી કરીએ છે કે, ઘૂડખર અભયારણ્ય વિસ્તારમાં સદીઓથી પરંપરાગત રીતે મીઠું પક્વતા અગરીયા સમુદાયના અધિકારો અંગે નીતિ વિષયક નિર્ણય લેવામાં આવે. ગુજરાત સરકારની કળ્યાંકારી યોજનાઓ આ અગરીયાઓ સુધી પહોંચાડવામાં આવે અને તેમના અધિકારો તેમને પાછા મળવા જોઈએ.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular