Wednesday, April 22, 2026
HomeGujaratJunagadhમાંગરોળમાં ગરીબોના હકનું હજારો કિલો અનાજ સગેવગે કરતાં માફિયાઓ ઝડપાયા

માંગરોળમાં ગરીબોના હકનું હજારો કિલો અનાજ સગેવગે કરતાં માફિયાઓ ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. માંગરોળ: Mangrol Grain Scam: જૂનાગઢના (Junagadh) માગરોળમાંથી (Mangrol) ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ (Grain Scam) ઝડપાયું છે. જ્યાં અનાજ માફિયાઓ રાત્રિના અંધારામાં ગરીબોને મળવા પાત્ર અનાજની કાળાબજારી કરી સગેવગે કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બાતમીના અધારે માંગરોળ પોલીસે અનાજના કટ્ટા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે ગુનો નોંધી આ અનાજ કોનું છે અને ક્યાં લઈ જવાતું હતું તે દિશામાં માંગરોળ પોલીસે (Mangrol Police) તપાસ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માંગરોળ પોલીસની ટીમ બસ સ્ટેશન પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે, માંગરોળ-શાપુર રોડથી લાલબાગ તરફથી પેરાડાઈઝ સોસાસટી પાસે એક ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના અધારે પોલીસકર્મીઓએ વોચ ગોઠવી હતી. બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા ઘંઉ ખીચોખીચ કટ્ટામાં ભરેલા હતા. જે અંગે પોલીસે ડ્રાઈવર અને તેની સાથે રહેલા વ્યક્તિ પાસેથી અનાજના અધાર બિલ અને અધાર પુરાવા માગ્યા હતા. જોકે બંને લોકો બિલ આપી ન શકતા આ અનાજ ચાઉ કરી બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે.

- Advertisement -

ટેમ્પોમાંથી 6000 કિલો ઘંઉ જેની બજાર કિંમત 4 લાખ રૂપિયાના આસાપાસ થાય છે. પોલીસે ટેમ્પો અને ઘઉં સહિત 4 લાખ અને 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માંગરોળ ઓલિસે ઈંદ્રીશ ઘમેરીયા અને અલ્તાફ હનીફ તાઈ નામના આરોપીઓની ધરપકડ કરી છે. જે મૂળ માંગરોળના રહેવાસી છે. આ મામલે માંગરોળ પોલીસે આ અનાજનો જથ્થો કોને આપવાનો હતો અને કોણે મોકલ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular