નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : અમદાવાદમાં રહેતી અને ગાંધીનગર ડીપીએસ (Gandhinagr DPS) માં ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીની એક ચિઠ્ઠી લખીને ગુમ થઈ ગઈ છે. “માર્કસ ભી અચ્છે નહીં હે ઓર હો ભી નહીં પાયેગા, અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી, પાપા-ભૈયા-મમ્મા આર વન ઓફ ઑફ ધ મેન રીઝન, I’M Sorry” આવા શબ્દો ચિઠ્ઠીમાં લખેલા હોવાથી પરિવાર ભારે ચિંતામાં આવી ગયો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં (Chandkheda Ahmedabad) થી કિશોરી ગુમ થઈ જતાં ચાંદખેડા પોલીસે (Chandkheda Police) સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કરવાની સાથે સંભવિત સ્થળોએ તપાસ શરૂ કરી છે.
ચાંદખેડા વિસ્તારમાં રહેતા પિતાએ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદીનો પુત્ર ધો. 11માં જ્યારે પુત્રી ધો. 9માં DPS સ્કૂલ ખાતે અભ્યાસ કરે છે. ગઈકાલે 20 એપ્રિલની સાંજે પરિવારને જાણ થઈ હતી કે, દિકરી એક ચિઠ્ઠી ઘરે મુકીને ક્યાંક ચાલી ગઈ છે. ચિઠ્ઠીમાં લખેલાં શબ્દો વાંચીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારે પુત્રીને શોધવા દોડધામ કરી મુકી હતી. અંતે તેની કોઈ ભાળ નહી મળતા ચાંદખેડા પોલીસે અપહરણનો ગુનો નોંધી (Chandkheda police kidnapping FIR) તપાસ શરૂ કરી છે.








