Tuesday, May 26, 2026
HomeNationalમોહબ્બતની આ કેવી દુકાન છે? સાંસદ ધીરજ સાહુના પરિસરમાંથી મળેલા કરોડો રૂપિયા...

મોહબ્બતની આ કેવી દુકાન છે? સાંસદ ધીરજ સાહુના પરિસરમાંથી મળેલા કરોડો રૂપિયા મામલે રવિશંકર પ્રસાદની પ્રતિક્રિયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઝારખંડ: ઝારખંડ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના (MP Dhiraj Sahu) બંગલામાંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. આવક વેરા વિભાગે શરૂ કરેલું સર્ચ ઓપરેશન(IT Raid) સતત ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. સાંસદ ધીરજ સાહુ પાસેથી મળી આવેલા કરોડો રૂપિયા મામલે ભાજપ નેતાઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે, ત્યારે ભાજપ નેતા રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) પણ આ બાબતે તીખી પ્રતિક્રિયા આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ પ્રસાદના બંગલામાં આવક વેરા વિભાગે દરોડા પાડતા કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. સતત ત્રણ દિવસથી આવકવેરા વિભાગ દ્વારા ધીરજ સાહુના બંગલા તેમજ તેમના નજીકના સ્વજનોને ત્યાં દરોડા પાડવામાં આવતા 200 કરોડથી વધારે રકમ મળી છે. આવકવેરાના દરોડા દરમિયાન મળી આવેલી રોકડ લઈ જવા માટે અનેક ગાડીઓ બોલાવવી પડી તથા બેંકમાં પણ રોકડ ગણવા માટેના મશીનો બંધ પડી ગયા. હજુ પણ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. કાળા નાણાની રકમનો આંકડો હજી પણ મોટો થઈ શકે છે.

- Advertisement -

સાંસદ ધીરજ સાહુ પ્રસાદ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે. તેમના પિતા બાલદેવ સાહુના નામથી ધીરજ સાહુ દારૂનો ધંધો કરે છે. પણ સૌથી મોટી વાત એ છે કે, કોઈ એક એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં મળેલી આ સૌથી મોટી રકમ છે. રોકડ રકમ ઉપરાંત દાગીનાની સૂટકેસ પણ મળી આવી છે. દરોડા દરમિયાન મળી આવેલી બિનહિસાબી રકમ ઓડિશાની જાહેર ક્ષેત્રની બેંકોમાં જમા કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ નેતાઓ સાંસદ ધીરજ સાહુ પર તથા કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહી છે. એવામાં ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પણ સાંસદ ધીરજ સાહુ પાસેથી મળેલી બિનહિસાબી રકમ અંગે આક્ષેપ કરતાં કહ્યું કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારની મૂર્તિ છે. વધુમાં તેઓએ રાહુલ ગાંધી પર પણ નિશાન ટાંકતા કહ્યું કે, મોહબ્બતની આ કેવી દુકાન છે?

લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ નેતા પાસેથી આટલી મોટી બિનહિસાબી રકમ મળી આવવી કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો કે હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને બિનહિસાબી નાણાનો આકડો હજી પણ મોટો થવાની શક્યતા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular