Bankipur Assembly By election 2026 Result Prashant Kishor: જન સુરાજ પાર્ટી અધ્યક્ષ પ્રશાંત કિશોરે એક મોટી લીડ સાથે જીત મેળવી છે. હાલ 18 હજાર જેટલા મતોની જંગી લીડથી આગળ રહ્યા છે ત્યારે તેમણે આ જીત અંગે કેટલીક મહત્વની બાબતો પર વાત કરી હતી.
તેમણે આ અંગે વાત કરતા ભાજપના સ્ટ્રોંગ હોલ્ડને ટાંકતા કહ્યું કે, 30 વર્ષની પક્કડ 30 દિવસમાં ઢીલી પડી ગઈ છે. બિહારને એક સારું નેતૃત્વ જોઈએ છે. લોકોએ એક સારો મેસેજ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે આજે સવારે જ્યારથી મતપેટી ખુલી ત્યારથી જ પ્રશાંત કિશોર આગળ રહ્યા છે. એટલે સુધી કે 30 વર્ષ સુધી સત્તા ભોગવનારી પાર્ટી ભાજપના ઉમેદવાર તેમના આંકડાની નજીક પણ આવી શક્યા નહી.
પ્રશાંત કિશોરને કુલ 63203 મત મળ્યા, જ્યારે નીરજ સિન્હાને 44250 વોટ મળ્યા. ત્યાં RJD ઉમેદવાર રેખા કુમારીને 14085 મત મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ત્રણ દાયકા બાદ ભાજપના હાથથી આ બેઠક સરકી ગઈ છે. વર્ષ 2025માં તો વિધાનસભાના દરમિયાન આ સીટ પર ભાજપના હાલના અધ્યક્ષ નિતિન નવીને જીત હાંસલ કરી હતી તે 51,936 મતોથી હાંસલ કરી હતી.
પ્રશાંત કિશોરે એવું પણ કહ્યું કે, જનતાનો મત છે અને તેમની શું પ્રાથમિક્તા છે તે દર્શાવવાનો પ્રયત્ન જનતાએ કર્યો છે.
આપને જણાવી દઈએ કે પટણા જિલ્લામાં 14 વિધાનસભા બેઠકો છે. જેમાં બાંકીપુર સૌથી મહત્વની વિધાનસભા બેઠક માનવામાં આવે છે. બાંકીપુરમાં રાજેન્દ્રનગર, મીઠાપુર, ગર્દનીબાગ, સચિવાલય, કદમકુઆ, બોરિંગ રોડ, ગાંધી મેદાન સહિત ઘણા મહત્વના વિસ્તાર આવે છે. આ વિસ્તાર કાયસ્થ બહુલ માનવામાં આવે છે.








