Thursday, August 6, 2026
HomeNationalમાફિયા અતીક અહેમદના પુત્ર અબાનની કાર ડિવાઈડર સાથે ટકરાતા મોત, ભડકાઉ રીલ...

માફિયા અતીક અહેમદના પુત્ર અબાનની કાર ડિવાઈડર સાથે ટકરાતા મોત, ભડકાઉ રીલ બનાવવાનો આરોપ હતો

- Advertisement -

Mafia Atiq Ahmed’s son dies in road accident : ઉત્તર પ્રદેશના માફિયા અને અમદાવાદની સેન્ટ્રલ જેલની મહેમાનગતિ માણી ચૂકેલા મર્હૂમ માફિયા અતીક અહેમદના નાના દીકરાનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ઝાંસી-કાનપુર હાઈવે પર થયેલા અકસ્માતમાં મોહમ્મદ અબાન અતીક અહેમદ સહિત બે જણાનું ઘટનાસ્થળે મોત (Death of Aban Atiq Ahmed) નિપજ્યું હતું. જ્યારે અબાનની સાથે મુસાફરી કરી રહેલા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી છે. મોહમ્મદ અબાન ઝાંસીની જેલમાં કેદ તેના મોટા ભાઈ અલી અહેમદને મળવા જઈ રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ‘હમ કૂત્તે કી તરફ પીછે સે હમલા નહીં કરતે…’ તેવી ભડકાઉ રીલ બનાવવાના મામલામાં અબાન સામે ગત વર્ષે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઝાંસીની જેલમાં કેદ મોટા ભાઈ અલી અહેમદને મળવા માટે અબાન અને તેના સાથીઓ કારમાં નીકળ્યા હતા. ઝાંસી-કાનપુર હાઈવે પર પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે પૂરઝડપે જઈ રહેલી કાર પરથી ચાલકે નિયંત્રણ ગુમાવી દેતા ડિવાઈડર સાથે ટકરાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. અબાન અને તેના સાથી સોનુનું ઘટનાસ્થળે મોત થયું હતું. કારમાં ફસાયેલા લોકોને દરવાજો તોડીને બહાર કઢાયા હતા.

- Advertisement -

ઝાંસીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ બાદ માફિયા નેતા અતીક અહેમદ અને શૈસ્તા પરવીનનો સૌથી નાનો પુત્ર મોહમ્મદ અબાન ફરી એકવાર સમાચારમાં છે. ઉમેશ પાલ હત્યા કેસ બાદ, તેને સગીર તરીકે કિશોર ગૃહમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં કોર્ટના આદેશ પર તેને છોડી દેવામાં આવ્યો હતો. આ પછી તે સમયાંતરે વિવિધ કારણોસર રીલ બનાવતો રહ્યો હતો. અબાનનું નામ સૌપ્રથમ નવેમ્બર 2025માં ચર્ચામાં આવ્યું હતું. જ્યારે લગ્ન સમારંભમાં અબાનનો 30 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Aban Atiq Ahmed Viral Video) થયો હતો. માફિયા નેતા અતીક અહેમદના નાના પુત્ર અબાન દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ ધમકીભર્યા રીલની પોલીસે જાતે નોંધ લીધી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular