Heavy rains forecast in Gujarat : ગુજરાતમાં મેઘરાજા કેટલાંક દિવસના વિરામ બાદ ફરી પધારવાના છે. 8 અને 9 ઓગસ્ટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Heavy rains forecast in many districts of Gujarat) છે. બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાના પગલે લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપી છે.
રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે. 6 ઓગસ્ટે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે 7 ઓગસ્ટે અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
8 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિશેષ યલો એલર્ટ જાહેર કરાયું છે.








