નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: sukhdev singh gogamedi murder case : દેશમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. તેલંગાણા સિવાય અન્ય રાજ્યોમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ થઈ છે. રાજસ્થાનમાં (Rajasthan) પણ સરકાર બદલવાની પરંપરા જળવાઈ છે, પણ ભાજપ દ્વારા હજુ સુધી મુખ્યમંત્રી માટેની જાહેરાત કરવામાં આવી નથી. તે બાબતને લઈ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે (Ashok Gehlot) ભારતીય જનતા પાર્ટી (BJP) આકરા પ્રહારો કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે તેલંગણા સિવાય તમામ રાજ્યોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની હારને લઈ કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા દિલ્હી ખાતે સમીક્ષાબેઠક કરવામાં આવી હતી. સમીક્ષા બેઠકમાં ભાગ લેવા માટે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા. અશોક ગહલોતે સમીક્ષા બેઠક બાદ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. પત્રકારો સાથે વાત કરતાં અશોક ગહલોતે કહ્યું કે, ચૂંટણીનું પરિણામ 7 દિવસથી જાહેર થઈ ગયું છે. છતાં ભાજપ હાઈ કમાન્ડ દ્વારા મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરવામાં આવી નથી. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, આમ તો ભાજપ અનુશાસિત પાર્ટી હોવાની વાત કરે છે. જો અમારી સરકાર બની હોત અને પરિણામ પછી આટલો સમય ગયો હોત તો ભાજપ દ્વારા એમ કહેવામા આવ્યું હોત કે કોંગ્રેસ પાર્ટીમાં અંદરો અંદર ઝગડા ચાલી રહ્યા છે. અમે પૂછીએ છીએ કે હવે તમારી પાર્ટીમાં શું છે?
વધુમાં પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગોગામેડી હત્યા કેસમાં NIAની તપાસમાં નવા મુખ્યમંત્રીએ સહી કરવાની હોય તેની જગ્યાએ મારે સહી કરવી પડી કે હત્યા અંગેની તપાસમાં કોઈ વાંધો નથી. હવે ભારતીય જનતા પાર્ટીની પોલ ખૂલી રહી હોવાની વાત પણ અશોક ગહલોતે કરી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








