નવજીવન ન્યૂઝ. અલવર: હાલમાં જ દેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. તેલંગણા સિવાય અન્ય ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો (BJP) વિજય થયો છે. રાજસ્થાને પણ પરિવર્તનની પરંપરા જાળવી છે અને ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે. પણ ચૂંટણીના પરિણામો જાહેર થયે 7 દિવસ થવા છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજસ્થાનના મુંખ્યમંત્રીની (Rajasthan CM) જાહેરાત કરવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓ અનુસાર રાજસ્થાનના ભૂતપૂર્વ મુંખ્યમંત્રી વસુંધરા રાજે અને બાબા બાલકનાથ બન્નેમાંથી કોઈ એક મુખ્યમંત્રીનો ચહેરો હોઈ શકે છે. ઘણા દિવસથી ચાલી રહેલી અફવાઓ વચ્ચે બાબા બાલકનાથે (Yogi Balaknath) સોશિયલ મીડિયા X પર એક નિવેદન પોસ્ટ કર્યું છે. બાબા બાલકનાથે પોસ્ટ શેર કરીને મુંખ્યમંત્રીના ચહેરા માટેની તેમના નામની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 3 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. જેમાં રાજસ્થાનમાં પણ ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો હતો. તે દિવસથી આજ સુધી રાજસ્થાનના મુંખ્યમંત્રી તરીકે કોઈ નેતાના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી નથી. જેને લઈ સોશિયલ મીડિયા પર અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
બાબા બાલકનાથ પણ મુખ્યમંત્રી બનવાના પ્રબળ દાવેદાર હોવાની અફવાઓ ચાલી રહી હતી, ત્યારે બાબા બાલકનાથે જાતે જ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં બાબા બાલકનાથે કહ્યું છે કે, પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતાએ સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર જે અફવાઓ ચાલી રહી છે તેને અવગણો. મારે હજુ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવો મેળવવાના છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








