નવજીવન ન્યૂઝ, રાજકોટ: રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગતરોજ સાંજથી રાજકોટમાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. ગતરોજ રાજકોટમાં (Rajkot) વરસાદ (Rain) વરસતા જિલ્લા વિવિધ ડેમમાં (Dam) નવા નીરની આવક થઈ હતી. જેમાં સૌથી વધારે પાણી સોડવદરના ડેમમાં આવ્યું હોવાનું નોંધાયુ છે. જ્યારે અન્ય ડેમમાં પણ સારી એવી પાણીની આવક જોવા મળી છે.
ગતરોજ વરસાદ બાદ જિલ્લા સિંચાઈ વિભાગના આંકડા સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સોડવદર- 12.14 ફૂટ, મોજ- 4.79 ફૂટ, છાપરાવાડી- 4.27 ફૂટ, ફોફળ-૬. 6.50, આજી- 2માં 3.12 ફૂટ, ભાદર-2માં 2.30 ફૂટ, ભાદરમાં 2.20 ફૂટ, આજી-3 ડેમમાં 1.48 ફૂટ, ડોંડી ડેમમાં 0.98 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.66 ફૂટ, વેરી ડેમમાં 0.49 ફૂટ, ન્યારી-1 ડેમમાં -0.16 ફૂટ નવા નીરની આવક નોંધાઈ હતી.
આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ સોડવદર ડેમમાં 205 મી.મી.,સુરવો ડેમમાં-106 મી.મી. ફોફળ ડેમમાં-101 મી.મી. મોજ ડેમમાં- 85 મી.મી. ભાદર ડેમમાં – 75 મીમી, છાપરવાડી- 2.62 મીમી, ભાદર ડેમમાં- 50 મીમી, વેણું -2 ડેમમાં-47 મીમી આજી- 3 અને ડોંડી ડેમમાં- 40 મીમી , ગોંડલી, છાપરવડી-1, વેરી, કર્ણકી ડેમમાં- 30 ઈશ્વરીયા ડેમમાં -20 મીમી, ન્યારી-1.14 મીમી, ખોડાપીપર -15 મીમી અને આજી-2,વાછપરી, ન્યારી-2, મોતીસર- 10 મીમી વરસાદ થયો છે. તેવું રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
Tag: Rajkot Rain Update, Rajkot News, Gujarat Monsoon 2023, Rajkot Weather
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








