Wednesday, February 18, 2026
HomeGujaratકચ્છના ગળપાદરમાં ગાંડીતૂર નદીમાં ફાયર જવાનોનું દિલધડક ઓપરેશન, ત્રણ વ્યક્તિને મળ્યું નવજીવન

કચ્છના ગળપાદરમાં ગાંડીતૂર નદીમાં ફાયર જવાનોનું દિલધડક ઓપરેશન, ત્રણ વ્યક્તિને મળ્યું નવજીવન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છ: Kutch Rain: ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બિપોરજોય વાવઝોડા બાદ મેઘતાંડવના કારણે કચ્છના લોકોની સ્થિતિ કફોડી બની છે. અનરાધાર વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદના (Heavy Rain) કારણે નદીઓ ગાંડીતૂર બની બે કાંઠે વહી રહી છે, જેને લઈ લોકોને પણ તંત્ર દ્વારા નદીઓ પાસે ન જવા આદેશ કરવામાં આવ્યા છે. તે વચ્ચે કચ્છના (Kutch) ગાંધીધામમાંથી ફાયરબ્રિગેડનું (Gandhidham fire brigade) દિલધડક ઓપરેશન (Rescue Operation) સામે આવ્યું છે. ગળપાદરમાં વહેતી નદીમાં 3 લોકો ફસાયા હતા, જેમને ફાયર વિભાગના જવાનોએ હેમખેમ રીતે બચાવી ત્રણેયને નવજીવન આપ્યું હતું. ફાયર વિભાગની આ કામગીરીની ચારેકોર પ્રંશસા થઈ રહી છે અને ફાયર જવાનોના દિલધડક ઓપેરશનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Video Viral) થઈ રહ્યો છે.

કચ્છના ગાંધીધામ ખાતે ગળપાદરામાં (Galpadar) આવેલી નદી ભારે વરસાદના કારણે બે કાંઠે વહી રહી હતી. નદી પર બનાવેલો કોઝ વે એ ગામનો મુખ્ય માર્ગ છે, ત્યારે 3થી 4 લોકો રસ્તો પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ગામના અન્ય લોકોએ યુવકોને નદીમાં ફસાયેલા જોઈ ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગના જવાનોને થતાં તાત્કાલિક નદી પાસે દોડી આવ્યા હતા. નદીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે, ફાયર જવાનો માટે પણ આ પરિસ્થિતિમાંથી યુવકોને બચાવવા એક પડકાર હતો. ત્યારબાદ કેટલાક ફાયરના જવાનો ટ્યૂબ લઈ દોરડાના સહારે નદીમાં પહોંચ્યા હતા અને ફસાયેલા લોકોનું રેસ્કયૂ કર્યુ હતું.

- Advertisement -

જીવના જોખમે જાબાંઝ ફાયરના જવાનોએ ત્રણ લોકોને હેમખેમ રીતે બચાવી ત્રણ યુવકોને નવજીવન આપ્યુ હતું. ફાયર જવાનોએ કરેલી ઉમદા કામગીરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો પણ ફાયર જવાનોના બચાવગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

Tag: Kutch News, Gandhidham Fire Brigade Rescue Video Viral

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular