Wednesday, February 18, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં સાંજથી શરૂ થયો અવિરત વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયું છતાં અમદાવાદ પોલીસ...

અમદાવાદમાં સાંજથી શરૂ થયો અવિરત વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયું છતાં અમદાવાદ પોલીસ લોકોની સેવામાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલથી અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં કળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા, ત્યારે સાંજના સમયે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને અમદાવાદનાં (Ahmedabad) અલગ-અલગ વિસ્તારોમાં સાંજના સમયથી અવિરત વરસાદ (Rain) વરસી રહ્યો છે. વરસતા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે, પાણી ભરાઈ જતાં લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા કેટલાક કલાકોથી વરસી રહેલા વરસાદના કારણે અમદાવાદનાં પોસ ગણાતા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે અમદાવાદ પોલીસના (Ahmedabad Police) કર્મચારીઓ આવા વરસતા વરસાદ વચ્ચે પણ લોકોની મુશ્કેલીમાં ઘટાડો થાય તે માટે અને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા માટે કામ કરી રહ્યા છે. અમદાવાદ પોલીસના કેટલાક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થઈ રહ્યા છે અને લોકો અમદાવાદ પોલીસની કમગિરિની સરાહના કરી રહ્યા છે.

- Advertisement -

અમદાવાદનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ઘણી જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. એક તરફ પાણી અને બીજી તરફ ટ્રાફિકથી સામાન્ય લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસના કર્મચારીઓ આવા વરસાદમાં પણ પૂરી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. લોકો સોશિયમ મીડિયા પણ પોલીસની આ કામગીરી જોઈને અમદાવાદ પોલીસની સરાહના કરી રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular