નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં જાતિવાદી માનસિકતા લોકોના મગજમાં કેવું ઘર કરી ગઈ છે તેનું ઉદાહરણ આજે રાજકોટમાંથી (Rajkot) સામે આવ્યું છે. રાજકોટ-જામનગર હાઇવે પર એક બિલ્ડિંગમાં પ્રોપર્ટી ખરીદવા એક યુવક ગયો તો બિલ્ડરે તેની જાતિ પૂછી હતી. યુવકે જાતિ જણાવી તો બિલ્ડરે ફ્લેટ આપવાની સ્પષ્ટ ના પડી દીધી હતી અને યુવકનું અપમાન કર્યું હતું. આ મામલે યુવકે ગાંધીગ્રામ પોલીસ પોલીસ (Gandhigram Police Station) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવેશ વાણવી જે બેન્કમાં નોકરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. ગતરોજ બુધવારે તેઓના ફોનના વોટ્સએપ પર રાજકોટના જામનગર રોડ ઘંટકેશ્વર ખાતે બનેલી સાઈટ શ્યામ ટ્વિન્સ એપાર્ટમેન્ટની જાહેરાત આવી હતી. જેમાં તેમણે પ્રોપટી લેવાની ઇચ્છા વ્યકત કરી અને બિલ્ડર રવિ મોલિયાનો સંપર્ક કરતા બિલ્ડર તેમને મળવો બોલાવ્યા હતા. ભાવેશે સાઈટ જોઈ પ્રોપટી ખરીદવાની તૈયારી બતાવી હતી જેમાં ભાવ-તાલ કર્યા બાદ ડાઉનપેમેન્ટ માટે પૂછ્યું હતું. ત્યારે બિલ્ડરે તેમની જાતિ પૂછી હતી. ભાવેશે અનુસૂચિત જાતિમાંથી હોવાની વાત કરતા બિલ્ડરે ફલેટ આપવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, અમે નિચી જાતિઓને ફલેટ નથી આપતા. નીચી જાતિને ફલેટ આપીએ તો અમારા ફલેટ વેચાતા નથી. તેમ કહી તેમને હડઘૂત કર્યા હતા.
આ સંભાળ્યા બાદ ભાવેશની લાગણી દુભાઈ હતી. જે બાબતે તેમણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધવી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી બિલ્ડર રવિ મોલિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796