નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં (Rajkot) વધુ એક ‘પતિ-પત્ની ઔર વો’નો કિસ્સો સામે આવ્યો છે. એક સુખી દાંપત્ય જીવન કોર્ટમાં આવીને ઊભું છે. પત્નીને અન્ય યુવક સામે પ્રેમ સંબંધ હોવાની જાણ પતિને થઈ જતાં ઘરમાં અવાર-નવાર ઝગડા થતાં હતા. આ ઝગડાથી કંટાળીને પત્નીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરીને ભરણપોષણની માગણી કરી છે, તેમજ પતિ સામે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ પણ કર્યો છે. આ કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન પત્ની પોતાના પિયર રહેવા જતી રહી હતી. પત્નીના પ્રેમીએ પતિને ફોન કર્યો હતો અને છૂટાછેડા આપવા દબાણ કર્યું હતું અને જો નહીં આપે તો જાનથી મારી દઇશ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે બાદમાં મહિલાના પતિએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં (Bhaktinagar Police Station) ફરિયાદ કરી છે.
ફરિયાદી મોહિત મકવાણા માર્કેટિંગનું કામ કરે છે. તેમના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. તેમની પત્ની અન્ય યુવકના સંપર્કમાં હોવાથી મોહિત અને તેમની પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો. જેમાં ઉશ્કેરાયેલી પત્નીએ છૂટાછેડા લેવાની વાત કરી કોર્ટમાં મોહિત વિરુદ્ધ ભરણપોષણ અને ડોમસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો. આ બાબાતને લઈ તેઓ 25મેના રોજ રાત્રિના સમયે એડવોકેટને મળી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે તેમની પત્નીના પ્રેમી જયદીપ પરમારે મોહિતને અટકાવી તારી પત્નીને છૂટાછેડા આપી દે, નહીં તો તને પતાવી નાખીશું. તેવી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે ફરિયાદી ગભરાઈ ગયા હતા અને બીજા દિવસે તેમણે એડવોકેટને મળી સમ્રગ ધમકી આપવાનો મામલો જણાવ્યો હતો.
એડવોકેટની સલાહ લઈ મોહિતે પત્નીના પ્રેમી જયદીપ પરમાર સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રથામિક તપાસમાં આરોપી રાજકોટની મોટલ સોસાયટીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક કિસ્સાઓમાં પ્રેમી-પ્રેમિકાઓ તેમના રસ્તામાં નડતર રૂપ બનતા લોકોને મોતના ઘાટ ઉતારી દેતા હોય છે. ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે.
TAG: Rajkot Crime News Today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796