Friday, September 22, 2023
HomeGujaratRajkotરાજકોટ-અમદાવાદ હાઈવે પરના બેટી પુલ પરથી કાર નીચે ખાબકી, એકનું મોત

રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બેટી પુલ પરથી કાર નીચે ખાબકી, એકનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજરોટ-અમદાવાદ હાઈવે (Rajkot- Ahmedabad Highway) પર છેલ્લા કેટલાક વર્ષોથી હાઈવે નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને રસ્તામાં ઠેર-ઠેર ડાઈવર્ઝન પણ આપવામાં આવ્યા છે. જોકે હાઈવે નિર્માણનું કામ ચાલતું હોવાથી અનેક જગ્યાએ રોડ બિસ્માર હાલતમાં છે. આ હાઈવે પર છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજકોટઅમદાવાદ હાઈવે પરના બેટી પુલ (Betti Bridge) પરથી એક કાર નીચે ખાબકી (Car Falls) હતી. આ અકસ્માતમાં (Accident) એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ-અમદાવાદ હાઈવે પર આજે સવારે 9 વાગે બેટી ગામ નજીક એક પુલ પરથી પસાર થઈ રહેલી વેગેનાર કારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલ પરથી 30 ફુટ નીચે ખાબકી હતી. કાર પુલ પરથી ખાબકા ધડાકા સાથે અવાજ આવતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ આ બનાવ અંગે પોલીસ અને 108ને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.

- Advertisement -

કાર પુલ પરથી 30 ફુટ જેટલી નીચે ખાબકાતા કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વેગેનાર કારમાં હરીશકુમાર કરમચંદાણી અને મોહિતભાઈ શિવનાણી નામની બે વ્યક્તિઓ સવાર હતા. જેમાંથી મોહિતભાઈ શિવનાણીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બંને વ્યક્તિઓ વડોદરાના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાઈવેના પુલ પરથી કાર કેવી રીતે નીચે ખાબકી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular