Saturday, April 25, 2026
HomeGujaratAhmedabadAhmedabad : કૉન્સ્ટેબલની પત્નીએ આપઘાત પહેલાં ચિઠ્ઠીમાં લખ્યું "મૈં ઉનકા દુ:ખ નહીં...

Ahmedabad : કૉન્સ્ટેબલની પત્નીએ આપઘાત પહેલાં ચિઠ્ઠીમાં લખ્યું “મૈં ઉનકા દુ:ખ નહીં દેખ પા રહી, પાગલ હો ગઈ હું”

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણની ફરિયાદ (Abetment to Suicide Ahmedabad) નોંધાઈ છે. વાસણા વિસ્તારમાં રહેતા પોલીસ કૉન્સ્ટેબલની પત્નીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા (Police constable’s wife commits suicide) કરી લીધી છે. આ મામલે મૃતકના ભાઈએ ફરિયાદ આપતા વાસણા પોલીસ સ્ટેશન (Vasna Police Station) માં ગુનો નોંધાયો છે.

મૂળ રાજસ્થાનના 35 વર્ષીય ગીતાબહેનના લગ્ન વર્ષ 2013માં પોલીસ કૉન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા. ગત 15 એપ્રિલે અર્જુનસિંહે તેમના સાળાને ફોન કરીને જણાવ્યું હતું કે, દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા ગીતા પરેશાન છે અને તે ઉંઘની ગોળીઓ લઈને સૂઈ ગઈ છે. જોકે, વીડિયો કોલમાં ગીતાબેન અર્ધબેભાન જણાતા ભાઈ તાત્કાલિક ઘરે નીકળ્યા હતા. આ દરમિયાન ગીતાબહેન આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી. 14 એપ્રિલે પતિ સાથે ઝઘડો થતાં ગીતાબહેને વોટ્સએપ સ્ટેટ્સમાં વીડિયો મૂક્યો હતો. મૃતકના ઘરમાં તપાસ દરમિયાન એક ચીઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે, “ભાઈને બોલા થા બચ્ચોં કે સામને દેખ લે… અબ બચ્ચે ભી ધોખા દે રહે હૈ. મૈં ઉનકા દુ:ખ નહીં દેખ પા રહી હું. પાગલ હો ગઈ હું.” વાસણા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular