Friday, April 17, 2026
HomeGujaratRajkotVideo:રખડતા પશુએ નિર્દોષ બાળકને રગદોળ્યું ! રાજકોટમાં તંત્રની નિષ્ફળ કાર્યવાહીથી લોકોમાં રોષ

Video:રખડતા પશુએ નિર્દોષ બાળકને રગદોળ્યું ! રાજકોટમાં તંત્રની નિષ્ફળ કાર્યવાહીથી લોકોમાં રોષ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રખડતા પશુઓની સમસ્યાનું હજૂ સુધી કોઈ જ સમાધાન સરકાર કરી શકી હોય તેમ જણાતું નથી. એવામાં આ વિકરાળ સમસ્યા સતત લોકોના ભોગ લઈ રહી છે ગંભીર ઈજાગ્રસ્ત કરી રહી છે. ત્યારે રાજકોટની એક ઘટના સામે આવી છે જે સીસીટીવી કેમેરામાં કેદ થતા વાયરલ બની છે. જેમાં રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં રખડતા પશુઓએ શિંગડા ભરાવી લોકોને અડફેટ લીધા અને ગંભીર ઘાયલ કર્યા છે. આ ઘટનામાં એક બાળકને ગંભીર ઈજા થતા બ્રેઈન હેમરેજ થયું હોવાના અહેવાલ મળ્યા છે.

રાજકોટમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી તંત્રની કાર્યવાહી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ગતરોજ રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં રખડતા પશુએ આર્મીમેન નવલસિંહ ઝાલા તેમજ એક બાળકને અડફેટ લીધા હતા. ઉશ્કેરાટમાં પશુએ શેરીમાં નાસભાગ કરી મુકતા લોકોના જીવ તાળવે ચઢી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં નવલસિંહ અને એક બાળક આ પશુઓનો ભોગ બન્યા હતા. ઘટનામાં બાળક ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલીક પરિવારજનો હોસ્પિટલે સારવાર માટે ખસેડી ગયા હતા. જ્યાં સામે આવ્યું કે બાળકને માથામાં ઈજાને કારણે બ્રેઈન હેમરેજ થયું છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટ પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડી પશુઓના રજીસ્ટ્રેશનને ફરજિયાત બનાવ્યું છે. જાહેરનામા મુજબ 60 દિવસમાં પશુના માલિકો રજીસ્ટ્રેશન કરાવે તે ફરજિયાત પણ છે આ મામલે હજૂ નોંધપાત્ર કાર્યવાહી જોવા મળી નથી. જો આ પ્રકારે જ કાર્યવાહી ચાલતી રહેશે તો હજૂ પણ કેટલા નિર્દોષ માણસ રખડતા પશુના ભોગ બને તે કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular