Monday, June 1, 2026
HomeGujaratAhmedabadGujarat ACB : ધડાધડ ફાઈલ મંજૂર કરી નોટો છાપતા મુખ્ય વિદ્યુત નિરીક્ષકને...

Gujarat ACB : ધડાધડ ફાઈલ મંજૂર કરી નોટો છાપતા મુખ્ય વિદ્યુત નિરીક્ષકને એસીબીએ ઝડપ્યો, 2.65 કરોડની અપ્રમાણસર મિલકત મળી

- Advertisement -

Gujarat ACB Big Raid : ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારની બોલબોલા છે. રાજ્યમાં સોલાર પ્રોજક્ટ લગાવતી કંપનીઓને એક જ દિવસમાં મંજૂરી (NOC) આપી દઈ રોજના લાખો રૂપિયાની લાંચ લેતા એક સરકારી બાબુને એસીબીએ ગાંધીનગરમાંથી ઝડપ્યો છે. ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે બેસતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી (Chief Electrical Inspector Ashwin B Chaudhari)ની કારમાંથી રોકડ રૂપિયા 5.51 લાખ Gujarat ACB ને મળી આવતા સર્ચ ઑપરેશન શરૂ થયું હતું. સર્ચ ઑપરેશનમાં અશ્વિન બી. ચૌધરીના સુરત અને ગાંધીનગર ખાતેના નિવાસસ્થાનેથી 88.83 લાખના સોના-ચાંદીના દાગીના, સિક્કા, લગડીઓ તેમજ 1.70 કરોડની રોકડ મળી આવી હતી. કુલ 2.65 કરોડની મતા મળી આવતા ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશન (Gandhinagar ACB Police Station) ખાતે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધી આરોપી અશ્વિન બી. ચૌધરીની ધરપકડ (ACB arrests Ashwin Chaudhary in DA case)કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ઇતિહાસમાં પ્રથમ વખત એસીબીએ આટલી મોટી રોકડ અને ગોલ્ડ-સિલ્વર કબજે કરી 24 કલાકમાં અપ્રમાણસર મિલકતનો કેસ નોંધી આરોપીની ધરપકડ કરી છે.

એસીબીના પીઆઈ પી. એન. ખોખરાને મળેલી માહિતીના આધારે શનિવારે સાંજે ગાંધીનગર ખાતે અશ્વિન ચૌધરીની સરકારી કારમાંથી ACB Team ને 5.51 લાખની રોકડ અને ગિફ્ટ વાઉચર મળી આવ્યા હતા. આ રકમ અંગે અશ્વિન ચૌધરી સંતોષકારક જવાબ નહીં આપી શકતા એસીબીની અન્ય ટીમોએ સુરત અને ગાંધીનગર ખાતેના મકાનોમાં સર્ચ કર્યું હતું. જ્યાંથી 1.70 કરોડથી વધુની રોકડ અને 88.83 લાખના સોના-ચાંદીના સિક્કા, લગડીઓ અને દાગીના મળતા આંકડો 2.65 કરોડની મતાએ પહોંચ્યો હતો. અપ્રમાણસર મિલકતના કેસમાં પકડાયેલા આરોપી અશ્વિન ચૌધરીને અદાલતમાં રજૂ કરી એસીબી રિમાન્ડ મેળવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular