After IPL 2026 Final Match : આઈપીએલ 2026ની ફાઇનલ મેચ RCB સામે હાર્યા બાદ રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી બચી ગઈ (Gujarat Titans team escaped a major tragedy) છે. નિરાશાજનક અંત બાદ ગુજરાત ટાઇટન્સની ટીમ સ્ટેડિયમથી હૉટેલ તરફ પોલીસ એસ્કોર્ટ સાથે પરત ફરતી હતી તે સમયે બસમાં શોટ સર્કિટ થઈ હતી. જેને લઈને બસમાં ધૂમાડો ફેલાતા બસ રોડની બાજુ પર અટકાવી દઈને તમામ ખેલાડીઓને નીચે ઉતારી દેવાયા હતા. અમદાવાદના છેવાડે ભાટ ગામ નજીક આ ઘટના બનતા ત્યાંથી પસાર થતાં લોકો ખેલાડીઓને જોવા એકઠાં થઈ ગયા હતા. જોકે, પોલીસની સુરક્ષા વ્યવસ્થા હોવાથી કોઈને તેમની નજીક જવા દેવાયા ન હતા.
બસમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભાટ ગામ પાસે એપોલો સર્કલ રિંગ રોડ પર ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને ઉતારી દેવાયા હતા. GTના ખેલાડીઓને હૉટેલ સુધી લઈ જવા માટે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. થોડીક મિનિટોમાં બીજી બસ આવી જતાં તમામ ખેલાડીઓને તેમાં બેસાડી હૉટલ ખાતે મોકલી દેવાયા હતા. બસ ડ્રાઈવરની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ઘટતા અટકી ગઈ હતી.








