Friday, April 17, 2026
HomeGujaratRajkotVideo: કથિત બળાત્કાર પીડિતા પર હિચકારો હુમલો, પીડિતાએ રાજકોટ પોલીસ પર પણ...

Video: કથિત બળાત્કાર પીડિતા પર હિચકારો હુમલો, પીડિતાએ રાજકોટ પોલીસ પર પણ કર્યા આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ શહેર પોલીસની કાર્યવાહી પર સવાલ પેદા કરતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ બળાત્કારની ઘટનાની જાણ કર્યા છતાં પણ પોલીસે કાર્યવાહી નહીં કરવાનો આક્ષેપ લાગ્યો છે. સાથે જ આ પીડિત મહિલાને જાહેરમાં કથિત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી અને છરી વળે હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

દરરોજનું રૂ. 1500 વ્યાજ નહીં તો શરીર સુખ આપ

- Advertisement -

ઘટનાની વિગત એવી છે કે, લાંબા સમયથી મહિલાએ વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી, મહિલાએ પૈસાની ચૂકવણી ન કરી શકતા આરોપીએ બળજબરી પૂર્વક બળાત્કાર કરવાનો દૌર શરૂ કર્યો હતો. આ મામલે મહિલાએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીએ અજીતસિંહ દિલુભા ચાવડા પાસેથી રૂપિયા 50 હજારની રકમ વ્યાજે લીધી હતી. દૈનિક રૂપિયા 1500ની વ્યાજની રકમ નહીં ચૂકવી શકતા મહિલાના ઘરે અવાર નવાર વ્યાજખોર અજીતસિંહ ઉઘરાણી માટે પહોંચતો હતો. બાદમાં રકમ નહીં ચૂકવી શકતી પીડિત મહિલાને દુષ્કર્મનો શિકાર બનાવી તેણીના વિડીયો બનાવ્યા હતા.

શરીર સુખ આપીશ ત્યાં સુધી વ્યાજ નહીં !

મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અજીતસિંહના સખત દબાણ અને ધમકી આપી મહિલાને તાબે કરવામાં આવી હતી. આખરે મહિલાએ અમાનુષી અત્યાચારથી ત્રાહિમામ થઈ ગઈ હતી. પંરતુ આરોપી મહિલા પર સતત શરીર સુખ માણવા મળે ત્યાં સુધી વ્યાજ નહીં ચૂકવવું પડે તેમ કહી મહિલાને તાબે કરી બળાત્કાર ગુજારી રહ્યો હતો.

- Advertisement -

ચોટીલામાં સીંદૂર પૂરી હોટલમાં લઈ જઈ બળાત્કાર

મહિલાના કથન મૂજબ આરોપીએ ગત ફેબ્રુઆરી માસમાં આરોપી તેણીને ચોટીલા લઈ ગયો હતો. જ્યાં મહિલાને દબાણ કરી મંદિરમાં લઈ જઈ માથામાં સીંદૂર પુરી કહ્યું કે, હવે તું માન કે ન માન મે તારી સાથે લગ્ન કરી લીધા છે. હેવ તારાથી કંઈ થઈ ન શકે. બાદમાં તેણીને ચોટીલાની આકાશ હોટલમાં લઈ ગયો અને ફરી ત્યાં હોટલના રૂમમાં પણ બળાત્કાર ગુજાર્યો હતો.

ચોટીલા બાદ દિવ અને રાજકોટમાં હોટલનો રૂમ બુક જ રહેતો

- Advertisement -

મહિલાના કથન મુજબ આરોપીએ મહિલાને ચોટીલામાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યા બાદ ફરી 10-12 દિવસ બાદ આરોપી પીડિત મહિલાને બળજબરીથી કારમાં બેસાડી દિવ લઈ ગયો હતો. દિવ લઈ જઈ મહિલાને હોટલમાં ફરી બળાત્કારનો શિકાર બનાવવામાં આવી હતી. સાથે જ આરોપી લક્ષમણ ટાઉનશીપ પાસે આવેલી તેના મિત્ર અજીતસિંહની ઓફિસે મળવા બોલાવતો તેમજ રેસકોર્ષ રિંગરોડ પર આવેલી એસ.એસ. હોટલમાં પણ મળવા બોલાવતો હતો. આ હોટલમાં પણ આરોપીનો ત્રીજા માળે રૂમ બુક જ રહેતો જ્યાં કોઈ પણ જાતની એન્ટ્રી પણ કરવામાં આવતી ન હતી.

અરજી પહેલા જ કહ્યું પૈસા ટાઈમે આપી દેવાય

મહિલાએ ફરિયાદમાં પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું છે કે, આરોપી વિરૂધ્ધ ઓગસ્ટ માસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ અમારા લખાવ્યા મુજબ પોલીસે ફરિયાદ નોંધી હતી નહીં તેમજ આરોપી વિરૂધ્ધ માત્ર પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા તે મતલબનો ગુનો દાખલ કરેલ. મહિલાનો આક્ષેપ છે કે પોલીસ કમિશનરને પણ આ મામલે ફરિયાદ કરવા માટે ગયા હતા પણ અરજી પહેલા જ લીધેલા પૈસા ટાઈમે આપી દેવાય તો આવા દિવસ ન જોવા પડે તેવુ સંભળાવી દેવાયું હતું.

મહિલા પીએસઆઈ પર પણ આરોપ

આ મામલાની તાપસ કરતા મહિલા પીએસઆઈ ગોહેલ પર પણ પીડિતાએ આક્ષેપ કર્યા છે કે, ફરિયાદ પાછી ખેંચવાનું દબાણ કરી ગોહેલે હનીટ્રેપમાં ફસાવી દેવાની ફરિયાદ દાખલ કરી ફીટ કરી દેવાની ધમકી આપી હતી. આમ હવે પોલીસ વિરૂધ્ધ મહિલાના આક્ષેપો અને મહિલા પર થયેલા હિચકારા હુમલા બાબતે ઉંડી પોલીસ તપાસ થાય તો જ સત્ય ઉજાગર થાય તેમ જણાય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular