Thursday, May 28, 2026
HomeGujaratAhmedabadEbola virus alert : આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં,...

Ebola virus alert : આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં, SVP હૉસ્પિટલમાં વૉર્ડ તૈયાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ઇબોલા વાઇરસને કારણે વિશ્વભરમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા (PHEIC) ઊભી થતાં તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત જાહેર આરોગ્ય પગલાં લાગુ કરવામાં આવ્યા છે. આફ્રિકન દેશો યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવેલા 11 પ્રવાસીઓ અમદાવાદ શહેરમાં હોમ આઇસોલેટ (People coming from African countries home isolate) કરી દેવાયા છે. બીજી તરફ AMC ના આરોગ્ય વિભાગે તૈયારીઓ આરંભી દીધી છે. શહેરની SVP Hospital માં દર્દીઓને કવૉરેન્ટાઈન કરવા માટે 30 બેડનો એક વિશેષ વૉડ તૈયાર કરી દેવાયો છે. અત્રે નોંધનીય છે કે, આફ્રિકન દેશોમાંથી આવેલા તમામ પ્રવાસી પશ્ચિમ અમદાવાદમાં રહે છે અને કોઈપણ વ્યક્તિને લક્ષણ નથી તેમજ તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી.

આફ્રિકન દેશ કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલા ઇબોલા વાઇરસનાં કારણે ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશો સાવચેતી (Ebola virus alert)રાખી રહ્યાં છે. ઇબોલા વાઇરસએ મનુષ્યોમાં થતો એક અત્યંત ગંભીર અને જીવલેણ હેમોરેજિક તાવ છે. તે કોરોના કરતાં પણ વધુ ખતરનાક છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular