Friday, July 17, 2026
HomeGeneralબુલડોઝર બાબાના રાજ્યમાં દહેજમાં વરરાજાને મળી એવી વસ્તુ કે લોકો ચોંકી ઉઠ્યા

બુલડોઝર બાબાના રાજ્યમાં દહેજમાં વરરાજાને મળી એવી વસ્તુ કે લોકો ચોંકી ઉઠ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. લખનૌ: થોડા સમયથી બુલડોઝર રાજકારણના કારણે ખબુ ચર્ચામાં રહ્યું છે. ત્યારે બુલડોઝર હવે ચૂંટણી પ્રચાર અને લગ્ન સમારોહમાં સ્થાન પણ મેળતું થયું હોય તેવા અહેવાલ પણ જોવા મળ્યા છે. એવામાં ઉત્તરપ્રદેશથી એક સમાચાર સામે આવ્યા છે જેના કારણે ફરી બુલડોઝર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં બુલડોઝર કાર્યવાહી વિવાદિત રહી છે. પરંતુ ઉત્તરપ્રદેશના લોકોને તો બુલડોઝર જાણે જામી ગયું છે. તેમ પોતાના રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ બુલડોઝર બાબના હુલામણા નામે ઓળખવા લાગ્યા છે. એવામાં એક ઘટના સોશિલય મીડિયાના માધ્યમથી સામે આવતા વાયરલ બની છે. જેમાં લગ્નની ભેટમાં વરરાજાના સસરાએ દહેજમાં બુલડોઝર આપ્યાની વાત સામે આવી છે. વિગતો મળે છે એ મુજબ, ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાની આ ઘટના છે. જેમાં દેવગાંવના રહિશ સ્વામીદિન ચક્રવર્તીના પુત્ર યોગેન્દ્ર ઉર્ફ યોગીના લગ્નની આ વાત છે.

- Advertisement -

ભારતીય નૌકાદળમાં નોકરી કરતા વરરાજા યોગીએ સોખર ગામના રહિશ પરસરામ પ્રજાપતિની દિકરી નેહા સાથે લગ્ન કર્યા છે. નેહા સિવિલ સર્વિસની તૈયારી માટે અભ્યાસ કરી રહી છે. નેહા અને યોગી ગત 15 ડિસેમ્બરના રોજ રાત્રે સુમેરપુર નગરના શિવ લૉન ગાર્ડન ગેસ્ટમાં લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. પરંતુ જ્યારે દિકરી વિદાય કરી ત્યારે પિતાએ વરરાજાને દહેજમાં જેસીબી બુલડોઝર આપ્યું હતું. આ દહેજ જોઈ હાજર મહેમાન સહિતના લોકો ચોંકી ઉઠ્યા હતા.

હાલ આ ઘટના સોશિયલ મીડિયા મારફતે સામે આવતા ઘણી રમૂજ પ્રસરી રહી છે. સાથે જ કેટલાક લોકો દહેજ પ્રથાને વખોડતા મંતવ્યો પણ રજૂ કરી રહ્યાં છે. ત્યારે બુલડોઝરના દહેજે સોશિયલ મીડિયા પર ભૂકંપ સર્જી દિધો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular