નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot suicide case: રાજકોટમાં CBIએ દરોડો કરી DGFTના જોઈન્ટ ડિરેક્ટર જવરીમલ બિશ્નોઈને (Jawri Mal Bishnoi) ઝડપી પાડ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન જવરીમલ બિશ્નોઈએ ચોથા માળ પરથી કુદી આત્મહત્યા (Suicide) કરી લેતા મામલો ચકચારી બન્યો હતો. આ મામલે બિશ્નોઈના પરિવારે સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો કરી CBI પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે એક ચોંકાવનારા સી.સી.ટી.વી. ફૂટેજ (CCTV footage)સામે આવ્યા છે જેમાં રૂપિયા ભરેલો બેગ ઈમારત પરથી નીચે ફેંકતા હોવાનું દેખાઈ રહ્યું છે. આ મામલે પરિવારે આક્ષેપ કર્યો છે કે આ કસ્ટોડીયલ ડેથનો મામલો છે માટે સી.બી.આઈ.ના અધિકારીઓ વિરૂધ્ધ ગુનો નોંધી મેજીસ્ટ્રેટ ઈન્કવાયરી કરવામાં આવે.

ગતરોજ રાજકોટ શહેરમાં DGFTના અધિકારી જવરીમલ બિશ્નોઈને CBIએ રૂપિયા 5 લાખની લાંચ (Bribe) લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. આક્ષેપ મુજબ જવરીમલે NOC આપવા માટે રૂપિયા 9 લાખની માગણી કરી હતી. જે પેટે ફરિયાદીએ ગીરનાર સિનેમા નજીક આવેલી ફોરેન ટ્રેડની કચેરી ખાતે તેમને રૂપિયા 5 લાખ આપ્યા હતા અને તે રકમ સ્વિકારતા જ સી.બી.આઈ.એ જવરીમલને રંગે હાથ ઝડપી લીધા હતા. બાદમાં સી.બી.આઈ.ના અધિકારીઓએ જવરીમલના ભ્રષ્ટાચાર મામલાની તપાસ શરૂ કરી હતી. આ તપાસ મોડી રાત સુધી ચાલી હતી અને વહેલી સવારે બ્રેક લેવામાં આવ્યો ત્યારે અચાનક જ જવરીમલે ચોથા માળેથી કૂદકો લગાવ્યો હતો. ચોથા માળ પરથી નીચે પટકાતા જવરીમલના માથાના ભાગે ઈજા પહોંચી હોય સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબિબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા જવરીમલના સબંધી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને સી.બી.આઈ.ના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. દરમિયાન સી.બી.આઈ.ના કર્મચારીઓ અને અધિકારીઓ બચવા માટે સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ઘુસી ગયા હતા. એવામાં જવરીમલના પરિવારે હવે સી.બી.આઈ.ની ટીમ પર આક્ષેપ કર્યો છે કે આ મામલાની ફરિયાદ નોંધાઈ તપાસ કરવામાં આવે.
રાજકોટમાં DGFTના અધિકારી જવરીમલ બિશ્નો
એવામાં હવે સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે જેમાં રૂપિયા ભરેલો થેલો ઈમારત પરથી ફેંકવામાં આવ્યો હોવાનું જોઈ શકાય છે. કથિત વિડીયોમાં જવરીમલે આ થેલો ફેંકી દિધો હોવાનું અને કોઈ ઈસમે ઉઠાવ્યો હોવાનું કહેવાય છે. સાથે સી.બી.આઈ.ના દરોડા દરમિયાન ચાંદી અને કેટલીક રોકડ રકમ ભરેલી પોટલીઓ પણ બાજુના ઘરની છત પર ફેંકી દેવાયાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે.
આ મામલે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક્સિડેન્ટલ ડેથની નોંધ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે પરિવાર સી.બી.આઈ.ની ટીમના સભ્યો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ કરવાની માગણી કરી રહ્યા છે.
TAG: Rajkot Suicide Case, DGFT Officer Jawri Mal Bishnoi Suicide case, CBI, Bribery Case
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








