નવજીવન ન્યૂઝ. નર્મદા: Gujarat Politics: ભાજપ સાંસદ મનુસખ વસાવાએ (Mansukh Vasava) ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) બચ્ચુ અને ચૈતર વસાવા (Chaitar Vasava) ગદ્દાર નિવેદન આપતાની સાથે જ નર્મદા જિલ્લાનું રાજકારણ (Narmada Politics) લોકસભા ચૂંટણી (Loksabha Election) પહેલા રાજકારણ ગરમ થઈ ગયું છે. ભાજપ સાંસદે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવાએ દેડિયાપાડામાં આપેલા નિવેદનો મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ઈસુદાન હજુ બચ્ચુ અને ચૈતર તો કોઈના પોપટની જેમ બોલાવે છે રામ રામ તેમ તે બોલે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ સભ્ય ભાષામાં વાત કરે જો તેમને જ્ઞાન ન હોય તો રાહુલ ગાંધીને પુછી આવે સભ્ય પદ રદ્દ થઈ ગયું.
આજરોજ રવિવારે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે આગામી ચૂંટણીઓને લઈ બેઠક યોજી જાહેરસભાનું પણ સંબોધન કર્યું હતું આ સભામાં ઈસુદાને કહ્યું હતું કે ભાજપ ધારાસભ્યોને માત્રને માત્ર ચપરાસી તરીકે રાખે છે. ભાજપના 156 ધારાસભ્યોને બોલવાનો કે પ્રશ્ન પુછવાનો કોઈ અધિકાર નથી. ઉપરાંત તેમણે તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપનું રાજ 27 વર્ષથી હોય તંત્ર પણ તેની કઠપૂતળી બની ગયું છે.
આ તકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ભાજપના સાંસદ 6 ટર્મથી હોવા છતાં કોઈ વિકાસ થયો નથી. તેમજ ઉદ્યોગોમાં સ્થાનિકો 85 ટકા રોજગારી પણ મળી નથી. ઉપારંત નર્મદા, ઉકાઈ અને કરજણ ડેમના સિંચાઈના પાણી આદિવાસીઓને મળ્યા નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠકના મતદારો અને પક્ષ ઈચ્છશે તો તેઓ લોકસભાની ચૂંટણી પણ લડશે.
પરંતુ ઈસુદાન ગઢવીના ‘ચપરાસી’વાળા નિવેદનને કારણે ભાજપના સાંસદ મનસુખ વસાવા ભારે રોષે ભરાયા હતા. તેમણે મીડિયાને આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “ઈસુદાન ગઢવી કે ચૈતર વસાવાને મારે સાવધાન કરવા છે કે બોલવામાં થોડી મર્યાદા રાખે અને સંસદીય ભાષામાં વાત કરે. જો સમજણ ન પડતી હોય તો રાહુલ ગાંધીને પુછી આવે સભ્ય પદ રદ્દ થઈ ગયું. તેમણે ઈસુદાનને આડેહાથ લેતા કહ્યું કે ઈસુદાન વિધાનસભાની ચૂંટણી પહેલા મોટી મોટી ડંફાસો મારતા હતા, તેઓ ગુજરાત જીતવા નિકળ્યા હતા. વિધાનસભામાં શું દશા થઈ? લોકો બેફામ બોલનારાઓને તેમનું સ્તર બતાવી છે. માટે ઈસુદાન પોતાનું ઘર સંભાળે મીડિયા છોડીને નેતાગીરી કરવા નિકળ્યા છે તો તેઓ શીખે રાજનીતિ કેવી રીતે કરાય. ઈસુદાન હજૂ બચ્ચું છે.”
ચૈતર વસાવાને આડેહાથ લેતા મનસુખ વસાવાએ કહ્યું હતું કે, “ચૈતર તો શું છે. કોઈના પોપટની જેમ જેમ બોલાવે તેમ બોલે છે રામ રામ… ચૈતર કેવા સંજોગામાં જિત્યો છે તે બધાને ખબર છે અને, જીત બાદ પ્રજાની કામગીરી કરવાને બદલે ગેરમાર્ગે દોરે છે. મનસુખ વસાવા કંઈ એમ જ નથી જીતતા સ્થાનિકો માટે રોજગારી માટે કામગીરી કરે છે.” તેઓએ ગુસ્સામાં કહ્યું હતું કે ‘ચૈતર વસાવા ગદ્દાર છે ગદ્દાર… એક નંબરનો ગદ્દાર છે. એ જેની આંગળી પકડીને રાજનીતીમાં મોટો થયો તેવા છોટુભાઈ અને BTPની પીઠ પાછળ ખંજર ભોંક્યું છે. આગામી ચૂંટણીમાં અમે ઈસુદાન અને આપવાળાને બતાવી દઈશું.’
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








