Thursday, June 25, 2026
HomeGujaratRajkotરાજકોટના ડી. કે. એજ્યુવિલામાં વિદ્યાર્થીની સાથે અડપલા મામલે પ્રિન્સિપલ લાજવાને બદલે ગાજ્યા

રાજકોટના ડી. કે. એજ્યુવિલામાં વિદ્યાર્થીની સાથે અડપલા મામલે પ્રિન્સિપલ લાજવાને બદલે ગાજ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: શાળામાં વિદ્યાર્થીની સાથે લંપટ શિક્ષકે અડપણા(Teacher Molested) કર્યાની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ(Rajkot) શહેરના મોરબી રોડ પર આવેલી સેટેલાઈટ ચોકમાં સ્થિત ડી. કે. એજ્યુવિલા (D K Eduvillae) નામની સ્કૂલની આ ઘટના છે. જેમાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શાળાના શિક્ષકે અડપલા કર્યા હોવાનો આરોપ વાલી દ્વારા લગાવાયો છે. વાલી દ્વારા શાળાને આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે શાળા સંચાલક મહિલાએ લાજવાને બદલે ગાજવાનું કામ કર્યું હતું.

મળતી વિગતો અનુસાર શહેરના મોરબી રોડ પર આવેલી ડી. કે. એજ્યુવિલા સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના વાલીએ શિક્ષક પર શારીરિક અડપલાનો આરોપ મુક્યો છે. પીડિત પરિવારના લોકોએ શાળા પર જઈ આ મામલે હોબાળો મચાવ્યો હતો અને ફરિયાદ કરી હતી. શાળામાં ફરિયાદ કરવા પહોંચેલા વાલીઓનું શાળાના મહિલા પ્રિન્સિપલ સાથે ઘર્ષણ થતા હોબાળો થયો હતો. જેમાં મહિલા પ્રિન્સિપલે વિદ્યાર્થીની માતાને માથાકૂટ કરતા ‘અમારી નહીં બધી શાળામાં આવું બને છે’ તેમ કહી ઉધ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.

- Advertisement -

આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા પીડિત વિદ્યાર્થીનીની માતાએ જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ તેમની પુત્રી શાળાએ ગઈ હતી. પરત ફરતા પુત્રી ગુમસુમ અને રડવા જેવી થઈ ગઈ હતી. માટે તેને શું થયું તેમ પુછતા તેણે વર્ણન કર્યું હતું કે, સાગર વાઢેર નામના શિક્ષકે શાળામાં તેને ફોસલાવી બોલાવી અને શારીરિક અડપલા કર્યા હતા. સાથે જ તેણે જણાવ્યું હતું કે દિવાળી બાદ પણ આ શિક્ષકે અડપલા વધારી કર્યા હતા.

કથિત આ ઘટના મામલે શાળાના તંત્રએ સીસીટીવી ચેક કરી તપાસ કરતા સમગ્ર ઘટનામાં તથ્ય જણાયું હોવાનું સામે આવ્યું હતું. માટે શાળા દ્વારા શિક્ષક વિરૂધ્ધ કાર્યવાહી માટે ફરિયાદ કરી પોલીસને સીસીટીવીના ફૂટેજ પણ સુપ્રત કર્યા હોવાની માહિતી મળી રહી છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અણછાજતું વર્તન કરવામાં આવતા શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular