નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં(Rajkot) ગઇકાલે રૈયા રોડ પર ટેલિફોન એક્સચેન્જની નજીક કોર્પોરેશન(RMC) દ્વારા કરવામાં આવેલા ખાડાના કારણે અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની તપાસ ગાંધીગ્રામ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ(Rajkot Police) દ્વારા આ ઘટનાને લઈને જવાબદાર વ્યક્તિઓ સામે સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ગઇકાલે જ્યારે આ બનાવ બન્યો તે સમયે રાજકોટ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે લોકો આ માટે જવાબદાર છે તેમની સામે પોલીસ ગુનો નોંધે અને કાર્યવાહી કરે. ત્યાર બાદ ગાંધીગ્રામ પોલીસ દ્વારા IPC 304 મુજબ ગુનો નોંધીને આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો બાદમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આવા તો અનેક ખાડા રાજકોટમાં અને ગુજરાતનાં અન્ય શહેરોમાં છે, જેના કારણે રોજ મોટી સંખ્યામાં અકસ્માત થાય છે. તો શું જ્યારે આ બધી જગ્યાએ પણ કોઈનો જીવ જશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે? શું કોર્પોરેશન કે જે તે સંબંધિત વિભાગની જવાબદારી નથી કે ખાડો કરો તેના કારણે કોઈ અકસમત ન થાય? રાજકોટમાં તો ફરિયાદ નોંધાઈ પણ હવે અન્ય જગ્યાઓએ પણ શું કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે પણ એક અગત્યનો પ્રશ્ન છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








