Saturday, April 18, 2026
HomeGujarat156નો પ્રથમ પરચો ? તંત્રના પાપે 7 લાખ યુવાનોના સપના રોળાયાં !

156નો પ્રથમ પરચો ? તંત્રના પાપે 7 લાખ યુવાનોના સપના રોળાયાં !

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજ્યમાં ફરી 7 લાખ જેટલા ઉમેદવારોની સપના ધૂળમાં રોળાયા છે કારણે કે, રાજ્યમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાના પેપર લીક (Junior Clerk Exam Paper Leak) થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (gujarat panchayat service selection board) દ્વારા જૂનિયર ક્લાર્ક માટે પરીક્ષા લેવાની જાહેરાત કરેલી હોય વિદ્યાર્થીઓ રાજ્યભરમાંથી પરીક્ષા માટે સેન્ટર પર જવા નીકળી ગયા હતા. પરંતુ વહેલી સવારે રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળી પરીક્ષાનું પેપર લીક થયાની માહિતી મળતા પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. જેમાં વિવિધ શહેરમાં ઉમેદવારો રસ્તા પર ઉતરી ચક્કાજામ અને રોષ પ્રગટ કરતા જોવા મળી રહ્યા છે.

આજે તારીખ 29 જાન્યુઆરીના રોજ ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વહેલી સવારે પેપર લીકની માહિતી મળતી પરીક્ષા રદ કરી દેવામાં આવતા હોબાળો મચી ગયો છે. સમગ્ર રાજ્યમાં વિવિધ સેન્ટર પર ઉમેદવારો આજે પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા. પરંતુ સવારે પરીક્ષાનો ફિયાસ્કો થતા ઉમેદવારોમાં ભારોભાર ગુસ્સો જોવા મળ્યો હતો.

- Advertisement -

જો કે સદનસીબે કકડતી ઠંડીમાં ઉમેદવારો પોતાના સેન્ટર પર જવા કેટલાય કિલોમીટર દૂર પહોંચ્યા હશે તે વાતની દરકાર મંડળને થઈ હોય તેમ જણાય છે. કારણ કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા ઉમેદવારોને એસ.ટી. બસમાં મફત સફર કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત એટીએસની ટીમ પણ પેપર લીકની તપાસમાં કામે લાગી હોવાના અહેવાલ છે. જેમાં સુત્રો જણાવી રહ્યાં છે કે, પેપર લીકનું ક્નેક્શન વડોદરા અને તેલંગાણા વચ્ચે રહ્યું છે. ત્યારે પ્રિન્ટીંગ પ્રેસમાંથી જ પેપર બહાર આવી ગયું હોવાની માહિતી મળતી એટીએસની ટીમ તેલંગાણા જવા માટે નિકળી ગઈ છે. જ્યારે બીજી ટીમોને બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્હી માટે રવાના કરી હોવાના અહેવાલ સુત્રો પાસેથી મળી રહ્યા છે.

આ પણ વાંચો: શ્વાનને મારવાની હિંસક ઘટના મામલે મોટા સમાચાર: ગીર સોમનાથ

આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે, એક એવી પરીક્ષા જણાવો સરકાર સારી રીતે લઈ શક્યા હોય, અને જે લઈ શક્યા હોય તેમાં પણ શંકા ઉપજી ન હોય. વધુમાં તેમણે આ મામલાની તપાસ માટે નિવૃત ન્યાયાધીશની આગેવાનીમાં કમિટી બનાવી તપાસની માગણી કરી હતી.

આ બાબતે આમ આદમી પાર્ટીના રેશ્મા પટલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં છાસવારે પેપર ફૂટ રહ્યાં છે અને યુવાનોના ભવિષ્ય રગદોડાઈ રહ્યાં છે. મારી ગૃહમંત્રીને અપિલ છે કે, પ્રેસવાર્તાઓ કરી વાતો નહીં કરી કાર્યવાહી કરો, કારણ કે આ મિલીભગતની રાજનિતી છે અને રાક્ષસો તાંડવ કરી પેપર ફોડી રહ્યા છે. વધુંમાં તેમણે જણાવ્યું આ સરકારની સૌથી મોટી નાકામયબી કહી શકાય.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસની ટીમે આ પેપલલીક મામલે વડોદરાથી 12 શંકાસ્પદ વ્યક્તિઓની અટક કરી છે. તેમજ સુરતમાં પણ તપાસ ચાલી રહી અને પેપરલીકના તાર જોડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે સુત્રોના અહેવાલ મુજબ પેપરની નકલ વડોદરાથી વાયરલ કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular