Tuesday, August 11, 2026
HomeBusinessતાંબાના ભાવ વાર્ષિક ધોરણે બાવન ટકા વધી નવી ઐતિહાસિક ઉંચાઈએ

તાંબાના ભાવ વાર્ષિક ધોરણે બાવન ટકા વધી નવી ઐતિહાસિક ઉંચાઈએ

- Advertisement -
  • ઔદ્યોગિક ગ્રાહકો પોતાની વાર્ષિક નફાશક્તિની સલામતી માટે મોટાપાયે વાયદામાં હેજિંગ કરવા ઉતર્યા
  • એઆઈ ડેટા સેન્ટર અને ગ્રીન ઉર્જાની માળખાગત માંગ જેવા કારણો આ તેજીના વાહક

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): તાંબાના ભાવ વાર્ષિક ધોરણે બાવન ટકા વધી નવી ઐતીહાસિક ઉંચાઈએ પહોચી ગયા છે. કોમેકસ કોપર સપ્ટેમ્બર વાયદો પ્રતિ પૌંડ (૪૫૪ ગ્રામ) ૬.૭૦ ડોલર અને એલએમઈ ત્રિમાસિક વાયદો ટન દીઠ ૧૪,૫૩૧ ડોલર શુક્રવારે એશિયન બજાર સત્રમાં બોલાયા હતા. ગતવર્ષે બરાબર આ જ સમયે ભાવ અનુક્રમે ૪.૪૩ ડોલર અને ૯૬૭૬ ડોલરના તળિયે ટ્રેડ થતા હતા. ઉચ્ચ વિકાસ ધરાવતા ઉદ્યોગોની સમસ્યા અપરંપાર થઇ ગઈ છે. ખાણોમાં ઉત્પાદન ઘટતા પુરવઠા અછત. સાથે અફવા એવી છે કે અમેરિકા તેને આવશ્યક જથ્થો જમા કરી લીધા પછી, તાંબાની આયાત જકાત વધારવાની છે અને એઆઈ ડેટા સેન્ટર અને ગ્રીન ઉર્જાની માળખાગત માંગ જેવા કારણો આ તેજીના વાહક બન્યા છે.

ઔદ્યોગિક ગ્રાહકો પોતાની વાર્ષિક નફાશક્તિની સલામતી માટે મોટાપાયે વાયદામાં હેજિંગ (સલામતી) કરી રહ્યા છે. કોપરના વૈશ્વિક આગેવાન સપ્લાયર/ઉત્પાદક ચીલી (દેશ) મુશ્કેલીમાં છે, ભારે વરસાદ અને બરફના કરા તેમજ ચક્રવાતી તોફાનએ વિપરીત હવામાન સર્જ્યું છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જેવી કે ઈન્ડોનેશિયાની ગ્લાસ્બર્ગ ખાણમાં મજુરો વાદે ચઢતા ફરજીયાત ઉત્પાદનકાપ લાદવો પડ્યો છે. માથે અમેરિકા તરફથી ભારે આયાત જકાત લાદવાની સંભાવનાઓએ મહત્તમ હાજર કોપરનો જથ્થો અમેરિકન વેરહાઉસમાં જમા થવા લાગ્યો છે. પરિણામે એશિયા અને યુરોપિયન બજારોમાં અછત પેદા થઇ છે.

- Advertisement -

રો કોન્સન્ટ્રેટ (કાચા માલના ગઠ્ઠા) પર નિકાસ પ્રતિબંધ અથવા સપ્લાય નિયંત્રણ સહિતના પગલાં સમૃદ્ધ ઉત્પાદક દેશો તરફથી લેવામાં આવતા પ્રોસેસિંગ કરતા પ્રાદેશિક ગ્રાહકોની સમસ્યા વધી પડી છે. એઆઈ અને ડેટા સેન્ટરોની જબ્બર માળખાગત માંગે, ભાવો આસમાને ગયા છે અને તે છતાં માલની ઉપલબ્ધીએ માથાનો દુખાવો ઉભો કર્યો છે. ઇલેક્ટ્રિક વાહનોની ઝડપથી વધતી માંગ સામે વધતા ઉત્પાદન ખર્ચાઓ આ ઉદ્યોગની ઊંઘ ઉડાડી દીધી છે. આને પગલે પાવર ટ્રાન્સમિશન અને રીન્યુએબલ એનર્જીની પાયાની સુવિધાઓ પણ બદલવા માંગો ઉઠી રહી છે.

આધુનિક પ્રક્રિયા હેતુ માટે ઉચ્ચગુણવત્તાનાં કોપર વાયરીંગની માંગમાં હજારો કિલોનો વધારો થયો છે. આવા ડેટા સેન્ટર જેવા માળખાગત વીજ સંગ્રાહકની આવશ્યકતાએ કોપર ફોઈલ અને કેબલોની તીવ્ર અછત સર્જાઈ છે. સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા, એઆઈ ડેવલપરોનાં પ્રીમીયમ સંકળાઈ ગયા છે. લીથીયમ આયોન બેટરી સેલમાં તો અતિસુક્ષ્મ અને અતિ શુદ્ધ તાંબાના વાયરની જરૂરીયાત હોય છે. વર્તમાન તેજીને લીધે ઇલેક્ટ્રિક મોટરના ભાવમાં ૩થી પાંચ ટકાનો વધારો થયો છે. ઇલેક્ટ્રિક વાહનોમાં કોપરની આવશ્યકતા, પરંપરાગત વાહનો કરતા ત્રણ ગણી વધુ, ૬૦થી ૯૦ કિલો કોપરની આવશ્યકતા રહે છે. આવુંજ ફોટોવોલ્તિક અને પવનચક્કી ઉદ્યોગમાં છે. જમીનની અંદરના ટ્રાન્સમિશન કેબલ બિછાવવાના ખર્ચમાં ઘટાડો કરવા ઉત્પાદકો હવે એલ્યુમીનીયમ વાયર ઉત્પાદનો તરફ ધ્યાન કેન્દ્રિત કરતા થયા છે.

ભારે ઉદ્યોગના વપરાશકારો તો ફેક્ટરી વેસ્ટમાંથી કોપર પાછું મેળવવાની આધુનિક ટેકનોલોજીમાં રોકાણ કરતા થયા છેરેઅર અર્થમેટલ પર વૈશ્વિક નિયંત્રણ ધરાવતા ચીનને કોપર સ્મેલ્ટીંગ અને રીફાઈનીંગ ક્ષેત્રે પ્રભુત્વ જાળવી રાખવા જાગતિક બજારને ચિંતિત કરી મૂકી છે. કોપર એનાલિસ્ટો ચેતવણીના સૂરમાં કહે છે કે મધ્યપૂર્વનું વર્તમાન યુદ્ધ અને ચીનની ઈજારાશાહીની ધમકી જાગતિક કોપર કોન્સનટ્રેટનો વેપાર વધુ અઘરો થઇ પડશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૧-૦૮-૨૦૨૬

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular