નવજીવન ન્યૂઝ રાજકોટ: એક તરફ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકો પશ્ચિમીકરણ તરફ વળી રહ્યા છે. બીજી તરફ આ જ લોકો અંધવિશ્વાસની એવી પરાકાષ્ઠાએ પહોંચ્યા છે કે, અંધવિશ્વાસને કારણે કેટલાય લોકોના જીવ ગયા છે અને કેટલાય લોકો મોટી હાનિનો ભોગ બન્યા છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બની હતી. એક બહેનને “તારાં પતિના ધંધામાં બરકત આવશે” એમ કહીને કૌટુંબિક કાકા થતા, એવા આધેડે ફસાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જેની ફરિયાદ રાજકોટ પોલીસ (Rajkot Police) ને મળતા આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો. તેની ટ્રાયલ પૂરી થતાં રાજકોટની સેશન્સ કોર્ટે (Sessions Court of Rajkot) આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે.
બળાત્કારનો ભોગ બનનાર મહિલાના લગ્ન 2011માં થયા હતા. તેના પતિને વ્યવસાય કરતા હતા. જેમાં ઘણા લાંબા સમયથી મંડી ચાલતી હોવાથી મહિલા વિમાસણમાં રહેતી હતી. જેનો લાભ ઉઠાવીને કુટુંબમાં જ કાકા થતાં હતા તેવા આધેડે તેને કાળભૈરવનો ડર બતાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો: રાજકોટમાં CBIની તપાસ દરમિયાન ભ્રષ્ટ અધિકારીએ આત્મહત્યા કરતા CBIના અધિકારીઓ પર હુમલો
આરોપી યોગેશ ઉર્ફે ભીખુએ તેના કૌટુંબિક સબંધોનો લાભ લઈને ભત્રીજીને સમજાવી, ફોસલાવી, ભરમાવી હતી કે, તેના પર કાળભૈરવનો કોપ છે. એટલે કાળભૈરવ સાથે સહશયન કરવું પડશે. નહીં તો મુશ્કેલીઓ હજુ વધશે. તેણે એમ પણ કહ્યું હતું કે, કાળભૈરવ તેને મળી ન શકે. એટલે કાળભૈરવ વતી તેણે પોતાની સાથે શરીર સબંધ બાંધવો પડશે. એટલું જ નહીં, આરોપીએ ભત્રીજીને એમ પણ કહ્યું હતું કે, મારી પત્ની પણ કાળભૈરવ સાથે સબંધ રાખે છે. અને પત્નીના એવા સબંધોના નગ્ન ફોટાઓ પણ બતાવ્યા હતા.
મહિલા આરોપીની વાતોમાં આવી જઈ તેમની સાથે સહશયન કરવા સહમત થઈ હતી. એ રીતે બે વખત શરીર સબંધ બાંધ્યા છતાં મહિલાના પતિને ધંધામાં કોઈ જ ફાયદો નહીં. જેથી મહિલાએ પોતાના પતિને આ અંગે જાણ કરી હતી.
ત્યારબાદ મહિલાએ પોલીસ ફરિયાદ કરતા તપાસના અંતે આરોપી અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રજૂ કરેલા તપાસના કાગળો મુજબ આ કેસ ચાલી જતા અધિક સેશન્સ ન્યાયાધીશ જે.ડી. સુથારે આરોપી યોગેશ ઉર્ફે ભીખુ કાશીરામ કુબાવતને જીવનના અંતિમશ્ર્વાસ સુધીની સખ્ત કેદની આજીવન સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજય કે. વોરા તેમજ ફરિયાદી તરફથી સરકારની મદદગારીમાં વકીલ તરુણ એસ. કોઠારી હતા. આરોપી તરફે એવો લૂલો બચાવ રજૂ કરવામાં આવ્યો હતો કે, જૂના ઝઘડાનો ખાર રાખીને આરોપી સામે મહિલાએ ખોટો કેસ કર્યો છે. બીજી તરફ એવી દલીલો રજૂ કરાઈ હતી કે, ભોગ બનનારના મોબાઈલમાં આરોપીએ પત્નીના નગ્ન ફોટાઓ મોકલ્યા હોવાનું સાબિત થયું છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આરોપી કૌટુંબિક કાકો હોવાથી ભોગ બનનાર ખોટી ફરીયાદ કરે તે ભારતીય સંસ્કૃતિની સ્ત્રીના સંસ્કાર વિરુધ્ધની વાત છે. જેને માની શકાય નહીં. તથા ભોગ બનનાર બે સંતાનોની માતા હોવા છતાં ખોટી ફરીયાદ કરે તે પણ કાયદાથી વિરુધ્ધનું અનુમાન છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








