નવજીવન ન્યૂઝ. કાલોલ: સામાન્ય રીતે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધો ઔપચારિક હોય છે. એક શિક્ષકની બદલી થાય અને શિક્ષક બીજી શાળામાં જાય તો વિદ્યાર્થીઓને ખાસ ફર્ક પડતો નથી, પણ કાલોલ તાલુકા (Kalol Taluka) નાં સગનપૂરા ગામની એક શાળાના આચાર્યની બદલી થતાં શાળાના બાળકો, અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓ દરેક રડતાં જોવા મળ્યા હતા. સામાન્ય રીતે આવા દૃશ્યો શાળાના આચાર્યની બદલી સમયે જોવા મળતા નથી.

આ પણ વાંચો: રાજ્યમાં ફરી માવઠાની આગાહી! આ દિવસ સુધી પડી શકે છે કમોસમી વરસાદ
કાલોલ તાલુકાનાં સગનપૂરા ગામની સરકારી શાળાના આચાર્ય રેખાબેન પટેલની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. આ શિક્ષક અને શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે લાગણીના સંબંધો હોય તેવા દૃશ્યો તેમની બદલીના સમાચાર બાદ સામે આવ્યા હતા. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ આચાર્યની વિદાય સમયે રડતાં જોવા મળ્યા હતા. આચાર્યના વર્તન અને સ્વભાવના કારણે તેમણે દરેક વિદ્યાર્થી અને વ્યક્તિ સાથે સારા સંબંધો ધરાવતા હતા તેવું એક અન્ય શિક્ષકે જણાવ્યુ હતું.

એક વિદ્યાર્થી તો આચાર્ય રેખબેનને છોડવા જ તૈયાર ન હતો. અન્ય વિદ્યાર્થીઓ પણ આચાર્યની વિદાય સમયે તેમના પગ પકડીને રડતાં હતા. આ વિદ્યાર્થીઓ માટે પોતાના માતા-પિતા કરતાં પણ વધારે આ શિક્ષકનું મહત્વ હોય તે આ દૃશ્ય જોઈને સમજાતું હતું. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ફરીથી રેકખાબેનને આચાર્ય તરીકે ગામની શાળામાં નિમણૂક કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








