Monday, April 20, 2026
HomeGujaratRajkotઆરોપી પકડવા ગયેલી જેતપુર પોલીસ પર ઘાતક હુમલો, 2 મહિલા સહિત 5ની...

આરોપી પકડવા ગયેલી જેતપુર પોલીસ પર ઘાતક હુમલો, 2 મહિલા સહિત 5ની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જેતપુર: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર તાલુકા (Jetpur Taluka) ના આરબ ટિંબડી ગામે પોલીસ પર હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં આરોપીને પકડવા ગયેલા પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે બે મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચો: જેતપુરમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં દારૂ પીને આવનારને દંડ સાથે જ જેમનો મહેમાન હશે તેમને પણ…

મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રિના સુમારે જેતપુરના આરબ ટિંબડી ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે બબાલ મામલે આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ કર્મચારીઓ પહોંચ્યા હતા. જ્યાં મારામારીના બનાવના આરોપીઓએ જેતપુર તાલુકા પોલીસની ટીમ પર ધારીયા જેવા ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ જયસુખ સોર્યાને માથાના ભાગે ધારીયું વાગી જતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ પરમાર પણ હુમલામાં ઘાયલ થયા હતા. ઘટના સ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ જયસુખ સોર્યાને તાત્કાલીક હોસ્પિટલ સારવાર માટે ખસેડી વધુ પોલીસ દળની માગણી કરતા મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

- Advertisement -

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જેતપુર તાલુકા પોલીસના કર્મચારીઓ આરબ ટિંબડી ગામ ખાતે પહોંચી ગયા હતા. ગામમાં ડી.વાય.એસ.પી. અને એલ.સી.બી., એસ.ઓ.જી.ની ટીમ પણ પહોંચી ગઈ હતી અને રાત્રિના સમયે ગામમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસે હુમલાના મુખ્ય આરોપી ધર્મેશ ઉર્ફે ધમા સહિત જયસુખ ઉર્ફે બાડો મકવાણા, ઉકાભાઈ મગનભાઈ મકવાણા, ભાવનાબેન મકવાણા, કાજલબેન મકવાણાને પકડી પાડ્યા હતા. જ્યારે બે આરોપીઓ હુમલામાં સામેલ હતા અને ગામ છોડી નાસી ગયા હોય તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત છે કે આ ઘટનાનો મુખ્ય આરોપી ધર્મેશ ઉર્ફે ધમો હિસ્ટ્રીશીટર છે અને અનેક વખત દારૂ, જુગાર તેમજ મારામારીના ગુનામાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે.

પોલીસે આ ઘટના મામલે 5 આરોપીની ધરપકડ કરી હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ અને ગેરકાયદેસર હથિયાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ ઘટનાના પગલે જેતપુરના લોકોમાં સવાલ પેદા થયો છે કે આ પ્રકારે આરોપીઓ જ પોલીસ પર હુમલા કરતા થયા છે તો સામાન્ય જનતાની રક્ષા કોણ કરશે?

(ઈનપુટ: સુરેશ ભાલીયા. જેતપુર)

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular