નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગતરોજ રાજકોટ (Rajkot) ખાતે સી.બી.આઈ (CBI) ની ટીમ દ્વારા ભ્રષ્ટાચારના મામલે DGFTના જોઈન્ટ ડિરેક્ટરને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી અધિકારી જે.એમ. બિશ્નોઈ (JM Bishnoi) એ રૂપિયા 50 લાખની માગણી કરી હતી જે પેટે રૂપિયા 5 લાખ લેતા સી.બી.આઈ. દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આ મામલે તેમની પુછપરછ ચાલી રહી હતી દરમિયાન જે.એમ. બિશ્નોઈએ આત્મહત્યા કરી લીધી છે. બિશ્નોઈની આત્મહત્યાના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે સી.બી.આઈ.ના અધિકારીઓ સાથે બિશ્નોઈના સબંધીઓએ ઝપાઝપી અને મારઝુડ પણ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે.
ઘટનાની વિગત એવી છે કે ગતરોજ રાજકોટ સ્થિત ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ(DGFT)ના જોઈન્ટ ડિરેક્ટર જે.એમ. બિશ્નોઈને સી.બી.આઈ.એ રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સી.બી.આઈ.એ બિશ્નોઈની અટક કરી ભ્રષ્ટાચાર મામલે તપાસ શરૂ કરી હતી. ગતરોજ બપોરથી ચાલી રહેલી તપાસ મોડી રાત્રિ સુધી ચાલી હતી અને વહેલી સવારે નાસ્તા માટે બ્રેક લેવામાં આવ્યો હતો. દરમિયાન ચાલુ તપાસે ઓફિસ બિલ્ડીંગના ચોથા માળ પરથી બિશ્નોઈએ કૂદકો મારી આત્મહત્યા કરી છે.

ચોથા માળેથી જે.એમ. બિશ્નોઈએ કુદકો મારતા તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે હાજર સી.બી.આઈ. અધિકારીઓ દ્વારા તાત્કાલીક તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોકટરો દ્વારા જે.એમ. બિશ્નોઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ તકે હાજર તેમના સબંધીઓએ સી.બી.આઈ.ના અધિકારીઓ પર હુમલો કરી માથાકૂટ કરી હતી. હુમલાથી ડરી ગયેલા સી.બી.આઈ. અધિકારીઓ બચવા માટે સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ઘુસી ગયા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








