નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Heart Attack : રાજકોટમાં (Rajkot) ધોરણ 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું અકાળે મોત (Student Death) થવાની ઘટના સામે આવી છે. કિશોર સવારના સમયે શાળાના વર્ગખંડમાં હતો, તે દરમિયાન તેને ચક્કર આવતા તે જમીન પર ઢળી પડ્યો હતો. જેના પગલે વર્ગખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ બૂમો પડતાં શિક્ષકો પણ દોડી આવ્યા હતા. કિશોરને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જોકે કિશોરને સારવાર મળે તે પહેલા તેનું હોસ્પિટલ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ શાળાતંત્રએ કિશોર વાલીને કરતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. કિશોરના અકાળે મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જોકે વિધાર્થીના મૃત્યુ પાછળનું સાચુ કારણ હાલ જાણી શકાયું નથી. મૃત્યુ પાછળનું કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
મળતી વિગતો મુજબ, રાજકોટના સદર વિસ્તારમાં આવેલી લાલબહુદર શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી મુદિત નડિયાપરા સવારે શાળામાં હતો. આજે ગુજરાતીની પ્રથમ કસોટીની પરીક્ષા લેવાવવાની હતી, ત્યારે રિસેસ બાદ છઠ્ઠા પરિયડમાં તેને ચક્કર આવતા અચાનક કલાસરૂમ બેભાન થઈ ઢળી પડ્યો હતો. જ્યાં વિદ્યાથીઓએ બૂમાબૂમ કરતા શિક્ષકો પણ દોડી આવ્યા હતા અને મુદિતને તાત્કાલિક પ્રિન્સપાલ ઓફિસમાં લઈ ગયા હતા. જો કે વિદ્યાર્થી હોશમાં ન આવતા એમબ્યુલેન્સને બોલાવી વિદ્યાર્થીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પરંતુ વિદ્યાર્થીને સારવાર મળે તે પહેલા મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. હાલ વિદ્યાર્થીનું મોત કયા કારણોસર થયું છે, તે જાણી શકાયું નથી. વિદ્યાર્થીના મોતનું કારણ જાણવા માટે તબીબો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જ વિદ્યાર્થીના મોત પાછળનું સાચું કારણ જાણી શકાશે.
વર્ગખંડમાં હાજર મુદિત નડિયાપરાના શિક્ષકે જણાવ્યું કે, “આજે પરીક્ષાની તૈયારી ચાલતી હતી. પાંચમો પિરિયડ પૂરો થયોને છઠ્ઠા પરિયડની શરૂઆત થતાં મુદિત કલાસરૂમમાં ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો. જેને લઈ તતાત્કાલિક મુદિતને પ્રિન્સપાલના એસી રૂમમાં લઈ ગયા હતા. જે બાદ પણ તે હોશમાં ન આવતા 108 એમબ્યુલેન્સ મારફતે મુદિતને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે.”
આ બાબતને લઈ શાળાના તંત્રએ મુદિતના વાલીને જાણ કરતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં તેમના બાળકના મોતના સમાચાર મળતા પરિવારને માથા આભ તૂટી પડ્યુ હતું. સવારે ભણવા ગયેલા બાળકોનું અકાળે મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796