Sunday, July 13, 2025
HomeGujaratVadodaraઅમરનાથ યાત્રા દરમિયાન વડોદરાના યુવકને ત્રણ હાર્ટ એટેક આવતા મોત

અમરનાથ યાત્રા દરમિયાન વડોદરાના યુવકને ત્રણ હાર્ટ એટેક આવતા મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ આ વર્ષે અમરનાથ યાત્રામાં (Amarnath Yatra) નિકળેલા વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું રૂટયું થયું છે. વડોદરાનો (Vadodara) યુવાન અમરનાથ યાત્રામાં ગયો હતો, અમરનાથ યાત્રા દરમિાયન પહેલગામ ખાતેની હોસ્પિટલમાં વડોદરાના યુવકને હાર્ટએટેક (Heart Attack) આવતા મોત (Youth Died) થયું હતું. હાલ યુવકના મૃતદેહને પહેલગામની હોસ્પિટલમાંથી વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતદેહને હવાઈમાર્ગેથી વડોદરા લાવવામાં આવશે.

આ વર્ષે અમરનાથ યાત્રા ગુજરાતીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં અમરનાથ યાત્રા દરમિયાન ચોથા ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ થયું છે. વડોદરા શહેરના ફતેહપુરા વિસ્તારમાં રહેતો 33 વર્ષીય ગણેશ કદમ નામનો યુવક તેના 10 મિત્રો સાથે અમરનાથા યાત્રામાં ગયો હતો. અમરનાથ યાત્રા દરમિયાન પહેલગામ ખાતે આવેલી એક હોટલમાં ગણેશ અને તેના મિત્રો રોકાયા હતા. જ્યાં બે દિવસ પહેલા ગણેશને ઉલટી થતાં તેના મિત્રો સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

- Advertisement -

હોસ્પિટલમાં ગણેશને બે વખત હાર્ટ એટેક આવ્યો હતો. પરંતું બે હાર્ટ એટેક સામે ગણેશ બચી ગયો હતો, પરંતું આજે ત્રીજો હાર્ટ એટેક આવતા ગણેશનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ગણેશના પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર પણ હતા. ગણેશનું મૃત્યુ થતાં બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આજે શ્રીનગર ખાતે ગણેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ હવાઈ માર્ગે મૃતદેહને વડોદરા ખાતે લાવવામાં આવશે.

અમરનાથ યાત્રા દરમિયાન ગઈકાલે સુરતની એક મહિલાનું પણ મૃત્યુ હતું. છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે અમેરિકામાં રહેતા ઊર્મીલાબેન છોઢ મહિના અગાઉ તેમના વતન સુરતમાં આવ્યા હતા. ત્યાર બાદ ઊર્મીલાબેન અને તેમના પતિએ અમરનાથ યાત્રાએ જવાનું નક્કી કર્યું હતું. અમરનાથ યાત્રા દરમિયાન જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભૂસ્ખલન થતાં ઊર્મીલાબેનના માથામાં પથ્થર વાગતા ગંભીર ઈજાઓ પહોંચ્તા તેમનું મૃત્યુ થયું હતું.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular